Not Set/ દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા શરૂ કરશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

રાજકોટ શહેરમાં આનંદ બંગલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તાજેતરમાં આગજનીની ઘટના ઘટતા પાંચ દર્દીઓ આગમાં ભૂંજાઈ ગયા હતા. આ ઘટના પરથી તંત્ર સફાળું જાગી ગયુ છે અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગજનીની ઘટના ઘટે ત્યારે સૌપ્રથમ કયા પગલાં ભરવા તે માટે ખાસ તાલીમ કેન્દ્રો શરૂ […]

Gujarat Rajkot
sss 74 દેર આયે દુરસ્ત આયે, રાજકોટની શિવાનંદ હોસ્પિટલની આગ બાદ મનપા શરૂ કરશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

રાજકોટ શહેરમાં આનંદ બંગલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તાજેતરમાં આગજનીની ઘટના ઘટતા પાંચ દર્દીઓ આગમાં ભૂંજાઈ ગયા હતા. આ ઘટના પરથી તંત્ર સફાળું જાગી ગયુ છે અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગજનીની ઘટના ઘટે ત્યારે સૌપ્રથમ કયા પગલાં ભરવા તે માટે ખાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લો કોરોનાનો ગઢ બન્યો, સંક્રમિતોની સંખ્યા 16 હજારને પાર

ફાયર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરનારૂ રાજકોટ પ્રથમ શહેર બનશે. રાજકોટમાં ત્રણ દિવસ પહેલા આનંદ બંગલા વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના બાદ ભાગદોડ મચી ગઇ હતી, સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થવાના બદલે આગના કારણે મોતને ભેટયા હતા.જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતની જાણ જાહેર જનતાના થયા બાદ લોકોમાં ‘દેર આયે દુરસ્ત આયે’ તેવું ચર્ચાઈ રહ્યું છે.

આજે છે દેવદિવાળીનો પર્વ, રાજ્યમાં આ મંદિરો રહેશે ખુલ્લા અને આ રહેશે બંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…