Gujarat surat/ સુરતમાં ફરી સાઈકલ શેરીંગ પ્રોજેક્ટ વિવાદમાં, પ્રોજેક્ટ પાછળ મનપાનો કરોડોનો ખર્ચ

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે.તેવી જ રીતે 2019 માં પબ્લિક બાઈસીકલ શેરિંગ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

Gujarat Surat
Mantavyanews 5 4 સુરતમાં ફરી સાઈકલ શેરીંગ પ્રોજેક્ટ વિવાદમાં, પ્રોજેક્ટ પાછળ મનપાનો કરોડોનો ખર્ચ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2019 માં પબ્લિક બાઈસીકલ શેરીંગના નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરળતા પડે તે માટે સુરત મહાનગરપાલિકાએ 60 હજાર ની કિંમતની સાયકલ મૂકી હતી .શહેર માં 125 જેટલી જગ્યા પર મુકેલી સાયકલોમાં મોટાભાગની સાઇકલોમાં લોકોએ તોડફોડ કરી દીધી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે.તેવી જ રીતે 2019 માં પબ્લિક બાઈસીકલ શેરિંગ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સુરત શહેરના વિવિધ 125 જગ્યા પર સાયકલ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા.

જેમાં 1200 જેટલી સાયકલો મૂકવામાં આવી હતી જેમાં એક સાઇકલ ની કિંમત અંદાજિત ૬૦ હજાર રૂપિયા હતી. જે પણ લોકોને સાયકલ જોઈતી હોય તે લોકો સાયકલ પર લાગેલા બારકોડ પર સ્કેન કરી નજીવા દરે સાયકલ લઈ જઈ શકતા હતા.

શહેરના અનેક વિસ્તારમાં આ પ્રકારે સાઇકલ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા .જ્યાંથી લોકો દરરોજ રાત્રિના સમયે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા જો કે હાલની પરિસ્થિતિ અલગ જોવા મળે છે પાલિકા દ્વારા જે સાઇકલો મૂકવામાં આવી હતી તે હાલ ધુળ ખાતે જોવા મળી રહી છે ..અમુક અસામાજિક તત્વો દ્વારા સાયકલમાં તોડફોડ પણ કરી નાખવામાં આવે છે .આ સાઇકલની એજન્સી દ્વારા સાયકલને રીપેરીંગ માટેની પણ એક જગ્યા બનાવવામાં આવી છે જ્યાં દરરોજની સરેરાશ 25 જેટલી સાયકલો રીપેરીંગ માટે આવે છે અંદાજિત 140 જેટલી સાયકલો ભંગાર થઈ ચૂકી છે જે હવે ક્યારેય ચાલી શકે તેવી પોઝિશનમાં નથી સાથે જ જે 1200 સાયકલો મૂકવામાં આવી હતી તેમાંથી પણ સરેરાશ દરરોજની 25 જેટલી સાયકલો તૂટેલી ફૂટેલી જોવા મળે છે.

આમ સુરત મહાનગરપાલિકાએ લોકો માટે સુવિધા ઉભી કરી હતી પરંતુ શહેરના અમુક સામાજિક તત્વો દ્વારા સાયકલ માં તોડફોડ કરી સાયકલની હાલત ખરાબ કરી નાખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ફરી સાઈકલ શેરીંગ પ્રોજેક્ટ વિવાદમાં, પ્રોજેક્ટ પાછળ મનપાનો કરોડોનો ખર્ચ


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર