અમદાવાદ/ મંતવ્ય ન્યૂઝના એહવાલનો જોરદાર ધડાકો, હાટકેશ્વર બ્રિજ મામલે 4 એન્જીનીયર સસ્પેન્ડ

હાટકેશ્વર બ્રીજને લઇ મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા હતા. તમને યાદ કરાવી દઈએ કે, સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ પર હાટકેશ્વર બ્રિજનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો જેની અસર થઇ હતી.

Top Stories Ahmedabad Gujarat
Untitled 67 મંતવ્ય ન્યૂઝના એહવાલનો જોરદાર ધડાકો, હાટકેશ્વર બ્રિજ મામલે 4 એન્જીનીયર સસ્પેન્ડ

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે. હાલ  હાટકેશ્વર બ્રીજને લઇ મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા હતા. તમને યાદ કરાવી દઈએ કે, સૌથી પહેલા મંતવ્ય ન્યૂઝ પર હાટકેશ્વર બ્રિજનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો જેની અસર થઇ હતી.

આપને જણાવી દઈએ કે, 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે વચગાળાનો રિપોર્ટ કમિશનરને સોંપી દેવામાં આવ્યો છે અને નિષ્ણાંતોએ હાટકેશ્વર બ્રિજ ઉતારી લેવા માટે ભલામણ કરી છે. આ સિવાય જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે સાથે સાથે સમગ્ર મામલે  મનપાના 4 ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી હોવાનું પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે. તો નવા બ્રિજનો ખર્ચ હાલના કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, 40-45 કરોડના ખર્ચે બનાવેલો ભ્રષ્ટાચારનો બ્રિજ હવે ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે ઉતારવાનો ખર્ચ અને ફરી બનાવાનો ખર્ચ  જનતા ટેક્સના પૈસે કરવામાં આવે છે.

હાટકેશ્વર બ્રિજ વખતો વખત રિપેર કરી બંધ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી બ્રિજ મુદ્દે વિવાદ વકર્યો છે. છેલ્લા 20 મહિનામાં આ બ્રિજ અંગે મ્યુનિ.એ અમદાવાદ, મુંબઈ, સુરતની લેબ પાસે 50 લાખના રિપોર્ટ કરાવ્યા હતા. તમામમાં બ્રિજ તકલાદી હોવાનું ખુલ્યું હતું. આ પછી મ્યુનિ.એ આઇઆઇટી રૂરકી પાસે પણ તપાસ કરાવી હતી. તેનો રિપોર્ટ આવી ગયા પછી પણ મ્યુનિ.એ ટંડન કન્સલ્ટન્ટ, સ્પેક્ટ્રમ ટેક્નો અને આઇઆઇટી રૂરકીના પ્રોફેસરની પેનલ બનાવી હતી.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. પરંતુ થોડા સમય પહેલા આ બ્રિજમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે બ્રિજ વિવાદોમાં આવી ગયો હતો અને તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકોનું વિરોધ પ્રદર્શન અને કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ બ્રિજ બનાવવામાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બ્રિજ તૈયાર થઈ ગયા બાદ તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટન્સી તરીકે એસજીએસ પ્રાઈવેટ કંપનીને રૂપિયા 60 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. જેનું કામ બ્રિજની બનાવટ અને તેની ગુણવત્તા ચકાસવાનું હતું. મહત્વનું છે કે બ્રિજ ખાનગી એજન્સીઓ ઉપરાંત એએમસીના ઈજનેરી અધિકારીઓની પણ જવાબદારી સુપરવિઝનની હોય છે. આમ છતાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર 5 વર્ષમાં ખખડી ગયો તેના માટે જવાબદાર કોણ?

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ