Ahmedabad/ માર્ચ સુધીમાં શહેરમાં વિવિધ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

માર્ચ સુધીમાં શહેરમાં વિવિધ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

Top Stories
મમતા બેનર્જી 14 માર્ચ સુધીમાં શહેરમાં વિવિધ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

અમદવાદના શહેરીજનો માટે એક સારા સમાચાર મળી આવ્યા છે. ગેરવાળા વાહનોમાં જેમ પેટ્રોલ માટે ના પમ્પ હોય તેમ હવે ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે. અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરના નવરંગપુરા, કાંકરિયા, કાંકરિયા ગેટ-2, લાલ દરવાજા એએમટીએસ કચેરી, પ્રેમ દરવાજા ખાતે માર્ચ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન બનશે. તે માટે કેન્દ્ર સરકારની ઇઇએસએલ કંપની સાથે 10 વર્ષના એમઓયુ કરવામાં આવ્યા છે. આ 5 સ્ટેશન બાદ શહેરના બીજા 100 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. એક સ્ટેશન પર એકસાથે 3થી 4 કાર ચાર્જ થઈ શકે તેવી સુવિધા હશે. જોકે યુનિટ દીઠ ચાર્જ તેના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ખર્ચ તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં લઈને નક્કી કરાશે. કેન્દ્ર સરકારની કંપનીને જ જગ્યા આપવાની હોવાથી તેની પાસેથી જમીનને લગતો કોઈ ચાર્જ કે ભાડું વસૂલવામાં નહિ આવે. બીજી તરફ કંપની પણ તેની સામે મ્યુનિ.ને તેમના વેચાણમાંથી પ્રતિ યુનિટ 70 પૈસા જેટલો ચાર્જ ચૂકવશે.

અત્યાર સુધીમાં 30થી વધુ ઈ-કાર ની ખરીદી મ્યુનિ.એ કરી
મ્યુનિ.માં ફરજ બજાવતા આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના 22 જેટલા અધિકારીઓને ઇલેક્ટ્રિક કાર આપવામાં આવી છે. ઉપરાંત કેટલાક પદાધિકારીઓ માટે પણ મ્યુનિ.એ ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. મ્યુનિ.માં કેટલીક બીઆરટીએસ બસ પણ ઇલેક્ટ્રિક સંચાલિત છે. આગામી દિવસોમાં વધુ 300 ઈ-કાર આવે તેવી શક્યતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો