Not Set/ હોળી ના પૂર્વે બજારો સુમસામ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

હોળીના તહેવારને હવે  ગણતરી ની કલાકો જ  બાકી છે ત્યારે  આ વખતે બજાર માં કોરોનાની દહેશતના કારણે હોળી ધુળેટીના પૂર્વ દિવસે પણ બજારોમાં ધાણી, ચણા,  પતાસા, જેવી ખરીદી માટે ગ્રાહકોની ભીડ ન રહેતા સીઝનલ વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. વડોદરા ,અમદાવાદ ,સુરત  વેગરે  શહેરોમાં આ વખતે બજારો સુમસામ  જોવા મળી રહી છે . કોરોનાની મહામારી […]

Gujarat Rajkot Surat Vadodara
vlcsnap 2021 03 27 17h35m53s122 હોળી ના પૂર્વે બજારો સુમસામ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

હોળીના તહેવારને હવે  ગણતરી ની કલાકો જ  બાકી છે ત્યારે  આ વખતે બજાર માં કોરોનાની દહેશતના કારણે હોળી ધુળેટીના પૂર્વ દિવસે પણ બજારોમાં ધાણી, ચણા,  પતાસા, જેવી ખરીદી માટે ગ્રાહકોની ભીડ ન રહેતા સીઝનલ વેપારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. વડોદરા ,અમદાવાદ ,સુરત  વેગરે  શહેરોમાં આ વખતે બજારો સુમસામ  જોવા મળી રહી છે .

vlcsnap 2021 03 27 17h35m38s007 હોળી ના પૂર્વે બજારો સુમસામ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

કોરોનાની મહામારી ના કારણે સીઝનલ ધંધો કરનારા વર્ષો જૂના  વેપારીઓએ પણ  આ વખતે ધંધો કરવાનું ટાળી દીધું છે. જ્યારે જે લોકો ધાણી ચણા સહિતની વિવિધ વસ્તુઓ લઈને વેચવા બેઠા છે તેઓ ગ્રાહકો બજારમાં ન નીકળતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગ્રાહકોએ કોરોનાની મહામારી અને મોંઘવારીના કારણે પોતાની ખરીદીમાં પણ કાપ મૂક્યો છે. આ વખતે ગત વર્ષની સરખામણીમાં ધાણી, સેવ સહિત વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં પણ 15 ટકા જેટલો વધારો થયો હોવાથી ગ્રાહકો ઓછી ખરીદી કરી રહ્યા છે.

vlcsnap 2021 03 27 17h36m42s961 હોળી ના પૂર્વે બજારો સુમસામ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા

ધુળેટી પર સરકારદ્વારા  પ્રતિબંધ મુકી દીધો હોવાના કારણે  કલર નું વેચાણ નહિવત પ્રમાણ માં જોવા મળી રહ્યું  છે .  સામાન્ય  રીતે ધુળેટીમા કલરનું વેચાણ એક  મહિના અગાઉથી જ કરી  દેવામાં આવતું  હોય છે. પરંતુ આ વખતે ધુળેટી પર પ્રતિબંધ હોવાના કારણે કલરનું વેચાણ થઈ રહ્યું નથી. જેમાં ખાસ કરીને સીઝનલ કલર નો ધંધો કરનાર નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.