Pakistan/ આ 5 લોકોના કારણે પાકિસ્તાન ભૂખમરાની અણી પર આવ્યું, મરિયમ નવાઝનો ખુલાસો

પાકિસ્તાનમાં ગરીબી અને ભૂખમરાની સ્થિતિ પર મરિયન નવાઝે મોટું નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં પાકિસ્તાનમાં લોટ, પેટ્રોલ અને વીજળીની અછત છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ…

Top Stories World
Maryam Nawaz revealed

Maryam Nawaz revealed: પાકિસ્તાનમાં ગરીબી અને ભૂખમરાની સ્થિતિ પર મરિયન નવાઝે મોટું નિવેદન આપ્યું છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં પાકિસ્તાનમાં લોટ, પેટ્રોલ અને વીજળીની અછત છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ ચાર મહિના લંડનમાં રહ્યા બાદ પાકિસ્તાન પરત ફર્યા છે અને તેણે આવતાની સાથે જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મરિયમ નવાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગની ઉપાધ્યક્ષ છે.

મરિયન નવાઝે જણાવ્યું કે પૂર્વ પીએમ અને તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાન, દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસાર, આસિફ સઈદ ખોસા પાકિસ્તાનની ગરીબી માટે જવાબદાર છે. તો મરિયમ નવાઝે પાંચમાંથી બે લોકોના નામ લીધા નથી. પાકિસ્તાનમાં આને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ બે લોકો તરફ ઈશારો કરતા મરિયમ નવાઝે કહ્યું કે આ અન્ય બે લોકો ઈમરાન ખાનના શિષ્ય છે. મરિયમ નવાઝ પોતાના કાર્યકરોને સંબોધવા બહાલપુર પહોંચી હતી. ત્યાં તેણે કહ્યું કે હવે પાકિસ્તાનના લોકો માટે એ સમજવું જરૂરી છે કે દેશ આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યો અને શા માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડ્યા. દેશની જનતાએ આભાર માનવો જોઈએ કે તેઓ ઈમરાન ખાનની ચાર વર્ષની કંગાળ સરકારમાંથી બહાર આવ્યા છે.

આ પણ વાંચો: Veritas-Rcom/ યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી

આ પણ વાંચો: Adani-RBI/ રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

આ પણ વાંચો: Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ