Not Set/ બોપલમાં મયંક હત્યા કેસ/ પ્રેમ પ્રકરણમાં ગુમાવ્યો જીવ, અલ્પેશની પત્ની અને મૃતક વચ્ચે હતા પ્રેમ સંબંધ

અલ્પેશની પત્ની અને મૃતક વચ્ચે હતા પ્રેમ સંબંધ મૃતક મયંકની હત્યા પહેલા સીસીટીવી આવ્યા સામે આરોપી અલ્પેશની પત્નીના નિવેદનથી થયો ખુલાસો બંનેની જ્ઞાતિ જુદી હોવાથી નથી થઈ શક્યા લગ્ન અલ્પેશ વિરૂદ્ધ નોઁધાયા છે 48 ગુના મંયકને બળજબરી કારમાં અપહરણ કરી લઈ ગયા બોપલમાં રહેતા યુવકની ગઇકાલે વહેલી સવારે લાશ મળી હતી. સરસપુરમાં રહેતા માથાભારે શખ્સ […]

Ahmedabad Gujarat
myank giri mrutak બોપલમાં મયંક હત્યા કેસ/ પ્રેમ પ્રકરણમાં ગુમાવ્યો જીવ, અલ્પેશની પત્ની અને મૃતક વચ્ચે હતા પ્રેમ સંબંધ
  • અલ્પેશની પત્ની અને મૃતક વચ્ચે હતા પ્રેમ સંબંધ
  • મૃતક મયંકની હત્યા પહેલા સીસીટીવી આવ્યા સામે
  • આરોપી અલ્પેશની પત્નીના નિવેદનથી થયો ખુલાસો
  • બંનેની જ્ઞાતિ જુદી હોવાથી નથી થઈ શક્યા લગ્ન
  • અલ્પેશ વિરૂદ્ધ નોઁધાયા છે 48 ગુના
  • મંયકને બળજબરી કારમાં અપહરણ કરી લઈ ગયા

બોપલમાં રહેતા યુવકની ગઇકાલે વહેલી સવારે લાશ મળી હતી. સરસપુરમાં રહેતા માથાભારે શખ્સ અલ્પેશ પટેલે તેની પત્નીનાં પ્રેમીને એટલે મૃતક યુવક મયંક ગોસ્વામીને ઉઠાવી જઈ ઢોર માર મારી હોસ્પિટલનાં ગેટ પાસે ફેંકી દીધો હતો. અને તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ હત્યાનો ભેદ બોપલ પોલીસે ઉકેલીને પાંચ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લોહીવાળી હોન્ડા સિટી કાર ઉપરાંત ડંડા કબજે કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોપલનાં સ્ટર્લિંગ સિટીમાં રહેતા મયંકગીરીણે સરસપુરમાં રહેતા અલ્પેશ પટેલ નામના યુવકની પત્ની  સાથે પ્રેમ પ્રકરણ હતું.  અલ્પેશે તેની પત્નીના ફોનમાં મયંકના ફોટા જોયા હતા. આથી અલ્પેશે ઉત્તરાયણની રાત્રે મયંકગીરીને ફોન કરી સ્ટર્લિંગ સિટીથી નજીક બોલાવ્યો હતો.

જ્યાં અલ્પેશ પટેલ તેના 3 સાગરિતો સાથે આવ્યો હતો. અને બધાએ ભેગા મળીને મયંકગીરીને હાથ-પગ અને માથાના ભાગે લાકડીઓથી ઢોરમાર માર્યો હતો. અને પછી મયંકને કારમાં નાખી સ્ટર્લિંગ સિટીના ગેટ પાસે રાત્રે ફેંકી દીધો હતો. બુધવારે સવારે મયંકગીરીની લાશ મળી હતી.

ઉલ્લેખનીય  છે કે, અલ્પેશની પત્ની અને મૃતક મયંક વચ્ચે પ્રેમ સંબંધ હતા. મૃતક મયંકની હત્યા પહેલા સીસીટીવી સામે આવું છે. તદુપરાંત આરોપી અલ્પેશની પત્નીના નિવેદનથી પણ આં ઘટનામાં ઘણા ખુલાસ થયા છે. લગ્ન પહેલા જ અલ્પેશની પત્ની અને મયંક ગીરી વચ્ચે પ્રેમ સંબંધો હતા. પરંતુ બંનેની જ્ઞાતિ જુદી હોવાથી  લગ્ન થી શક્ય ના હતા. અલ્પેશ વિરૂદ્ધ  48 ગુના નોધાયા છે.

આ હત્યા કેસમાં મૃતક યુવક મયંકગીરીના પિતાએ અલ્પેશ પટેલ સહિત ચાર સાગરિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.  ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે મયંકગીરી ઈજાગ્રસ્ત હાલતમાં દોડતો સ્ટર્લિંગ સિટી તરફ આવતા એક સિક્યુરિટી ગાર્ડે જોયો હતો, પરંતુ તેને મયંક દારૂ પીધેલો  હોવાનું માની દુર્લક્ષ્ય સેવ્યું હતું. પરંતુ સવારે તેની લાશ દેખાતા પોલીસને જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.