જળબંબાકાર/ રાજધાની દિલ્હી સહિત યુપી, મહારાષ્ટ્રમાં મેઘરાજાની ભારે બેટિંગ, ભારે વરસાદથી રસ્તાઓ બન્યા નદીઓ

દિલ્હી સહીત ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મેઘરાજાની ભારે બેટિંગ યથાવત છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ આ ભારે વરસાદથી…

Top Stories India
વરસાદથી

દેશની રાજધાની દિલ્હી સહીત ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મેઘરાજાની ભારે બેટિંગ યથાવત છે, ત્યારે હવે એક બાજુ જ્યાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ આ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીથી જળમગ્ન થઇ ગયા છે.

આ પણ વાંચો : કૃષ્ણ અવતારમાં કમલનાથના પોસ્ટર લાગવા પર ભડક્યું BJP, કહ્યું – હિંદુ ધર્મનું છે અપમાન

આ અરસામાં રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે અને લોકો રોજબરોજના કામને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં રાજધાનીના સૌથી વ્યસ્ત રોડ એવા ITO વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે આ વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે, જેનાથી ઓફીસ જઈ રહેલા લોકો ચપ્પલ વગર જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સૌથી વ્યસ્ત રોડ એવા ITO વિસ્તારમાં પાણી ભરાવવાનું મુખ્ય કારણ નાળાઓની સફાઈ ન થવાનું છે, જેનાથી આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે આખો દિવસ અટકી-અટકીને વરસાદ ચાલુ રહી શકે છે.

દિલ્હી ઉપરાંત મુંબઈ પણ મોડી રાતથી વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકાર છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સવારે કામ પર જવા નીકળનારા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જલગાંવમાં દુકાનો અને મકાનો તબાહીનો ભોગ બન્યા છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જલગાંવના 40 ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે.

આ પણ વાંચો : સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આપ્યા  સંકેત

આ જ રીતે દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના મથુરામાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો છે, જ્યાં અનેક વિસ્તારોમાં પાણીથી જળમગ્ન થઇ ગયા છે. આ કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે ફસાઈ ગયા છે. ઉત્તરપ્રદેશની સાથે સાથે મહારાષ્ટ્રના જલગાંવમાં પણ વરસાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદથી પાણી ભરાઈ ગયું છે. આ કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, સાથે સાથે અનેક વાહનો કાઠમાળમાં ફસાઈ ગયા હતા.

આ પણ વાંચો :પ્રભારી હરીશ રાવતે શું કહ્યું પંજાબના નેતૃત્વ પરિવર્તન મામલે જાણો

દિલ્હી ઉપરાંત મુંબઈ પણ મોડી રાતથી વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકાર છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સવારે કામ પર જવા નીકળનારા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જલગાંવમાં દુકાનો અને મકાનો તબાહીનો ભોગ બન્યા છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જલગાંવના 40 ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે.

આ પણ વાંચો :રસીકરણ અભિયાનને મળ્યો વેગ, દેશમાં ફરી એકવાર 1 કરોડથી વધુ રસીનો ડોઝ અપાયો

આ પણ વાંચો :LPG Gas Price / મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો, ગેસના ભાવ ફરી વધ્યા!!!