Not Set/ સમગ્ર રાજયમાં મેઘરાજાની મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Others
VARSAD સમગ્ર રાજયમાં મેઘરાજાની મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં બે કલાકમાં ૫ ઈંચ સાથે દિવસ દરમિયાન કુલ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધિકા ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ ૭ ઈંચ કરતાં વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

આ પણ વાંચો :બી.એસ. યેદિયુરપ્પાનું કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું

રાજકોટ જિલ્લાના લોધિકામાં બપોરે ૨ થી ૪ દરમિયાન જ ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ છોટા ઉદેપુરમાં ૭.૨૮, ક્વાંટમાં ૬.૭૩ ઈંચ, જામનગરના કાલાવડમાં ૫.૭૮, વલસાડના કપરાડામાં ૫.૧૧, જુનાગઢના માણાવદરમાં ૫ ઈંચ વરસાદ સાથે મેઘમહેર થઇ હતી. રાજ્યમાં જ્યાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં નર્મદાના તિલકવાડા, જુનાગઢના વંથલી, બોડેલી, બોટાદ, જુનાગઢ, ગઢડા, કુતિયાણા, કરજણ, ધોરાજી, જાંબુઘોડા, લીમખેડા, જેતપુર પાવી, ડભોઇનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :ભારે વરસાદને કારણે મોડી રાત્રે દીવાલ ધસી પડતાં માતા-પુત્રનાં મોત, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.