Latest Surat News/ સુરતમાં મેઘરાજાની ચેમ્પિયન જેવી બેટિંગઃ સાત ઇંચ ખાબક્યો

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ચોમેર પાણી-પાણી કરી નાખ્યું છે. રોહિત શર્મા તોફાને ચડે તો શું થાય તેવી બેટિંગ મેઘરાજાએ કરી હતી. સુરત મોડીરાતથી શરૂ થયેલો વરસાદ સાત ઇંચ ખાબકી ચૂક્યો છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 60 5 સુરતમાં મેઘરાજાની ચેમ્પિયન જેવી બેટિંગઃ સાત ઇંચ ખાબક્યો

Surat News: સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ચોમેર પાણી-પાણી કરી નાખ્યું છે. રોહિત શર્મા તોફાને ચડે તો શું થાય તેવી બેટિંગ મેઘરાજાએ કરી હતી. સુરત મોડીરાતથી શરૂ થયેલો વરસાદ સાત ઇંચ ખાબકી ચૂક્યો છે.

Beginners guide to 61 3 સુરતમાં મેઘરાજાની ચેમ્પિયન જેવી બેટિંગઃ સાત ઇંચ ખાબક્યો

મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે.

Beginners guide to 62 2 સુરતમાં મેઘરાજાની ચેમ્પિયન જેવી બેટિંગઃ સાત ઇંચ ખાબક્યો

બારડોસી, ઓલપાડ, કામરેજ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ. આ મેઘમહેર સાથે મુસીબત લઈને આવી છે.  કામરેજ વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા કતારગામ હથિવાળા મંદિર પાસે પાણી ભરાઈ ગયા, એટલી હદે પાણી ભરાયા કે વાહન ચાલકોનું પસાર થવું મુશ્કેલ થઈ ગયું. આ પહેલી વાર નથી કે હથિવાળા મંદિર પાસે પાણી ભરાયા હોય. આ દર વર્ષની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વરસાદી પાણી ભરાતા લોકો બોટમાં જતાં નજરે પડ્યાં. વાહનોનો ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી.

Beginners guide to 63 3 સુરતમાં મેઘરાજાની ચેમ્પિયન જેવી બેટિંગઃ સાત ઇંચ ખાબક્યો

ડભોલી વિસ્તારમાં પણ ઢીંચણસમા પાણી ભરાય જતાં અનેક વાહનચાલકો ફસાયા હતા. અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખૂબ જ પાણી ભરાતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. શહેરના સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, રાજદિપ સોસાયટી અને અક્ષર દીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં સ્પોર્ટસ ક્લબ હોય એવો નજારો જોવા મળ્યો. લોકો બોટમાં સવારી કરતા જોવા મળ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Zomatoમાંથી મંગાવ્યું વેજ અને મળ્યું નોન-વેજ….

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત