CM Bhupendra Patel/ ભુપેન્દ્ર સરકારનો ઝાટકાબંધ નિર્ણયઃ મહેસાણાના 1800 શિક્ષકોની નોકરી સળંગ ગણવા આદેશ

ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 1999 પછી ફિક્સ પગારથી પાંચ વર્ષ નોકરી કરનાર શિક્ષકો,(Mehasana Teachers) ક્લાર્ક, પટાવાળાની નોકરીનો સમયગાળો સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ માંગને નવી ચૂંટાયેલી સરકારે પૂરી કરી છે.

Top Stories Gujarat
bhupendra patel govt ભુપેન્દ્ર સરકારનો ઝાટકાબંધ નિર્ણયઃ મહેસાણાના 1800 શિક્ષકોની નોકરી સળંગ ગણવા આદેશ

Mehasana Teachers: ભુપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળવાની સાથે પ્રજાકીય નિર્ણયોની પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેના હેઠળ વિવિધ એસોસિયેશનોની માંગોનો નીવેડો લાવવાનો પ્રારંભ કર્યો છે. ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 1999 પછી ફિક્સ પગારથી પાંચ વર્ષ નોકરી કરનાર શિક્ષકો,(Mehasana Teachers) ક્લાર્ક, પટાવાળાની નોકરીનો સમયગાળો સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ માંગને નવી ચૂંટાયેલી સરકારે પૂરી કરી છે. આમ બે દાયકા કરતાં પણ વધુ જૂની માંગનો નીવેડો આવતા શિક્ષક સંઘમાં આનંદની લાગણી છે.

ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ 1800 જેટલા કર્મચારીઓના (Mehasana Teachers) ફિક્સ પગારનો સમયગાળો સળંગ ગણવાનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં એક જ દિવસે 269 શાળાઓને ઓર્ડર આપવામાં આવ્યા છે.

જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 254 શાળાઓ અને સરકારી 15 શાળાઓમાં અગાઉ પાંચ વર્ષના ફિક્સ પગારની નોકરીમાં નિમણૂક પામેલા શિક્ષક સહાયક, વહીવટી સહાયક, સાથી સહાયક મળીને કુલ 1800 કર્મચારીઓનો ફિક્સ પગારનો પાંચ વર્ષનો સમયગાળો સળંગ ગણાશે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મંગળવારે કર્મચારીઓનો સળંગ નોકરીનો ઓર્ડર શાળાઓને એનાયત કરવામા આવ્યો હતો. મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢે આ આદેશ આપ્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે આ ફિક્સ નોકરીનો સમયગાળો સળંગ ગણવામાં આવ્યો છે તેને પગારવધારો, બઢતી અને નિવૃત્તિ વિષયક લાભમાં પણ ગણવામાં આવશે. ગ્રાન્ટેડ શાળાના 1722 કર્મચારીઓ અને સરકારી શાળાઓના 56 કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર એમ કુલ 1800 જેટલા ઓર્ડર આપવામાં આવ્યા છે.

આ અંગે માધ્યમિક શિક્ષક સંઘના સુધીર પટેલે જણાવ્યું હતું કે એક જ દિવસે સળંગ નોકરીના શાળાઓને આદેશ આપવામાં મહેસાણા રાજ્યનો સૌપ્રથમ જિલ્લો બન્યો છે. અગાઉ કોઈપણ જિલ્લામાં સળંગ નોકરી ગણવાનો આદેશ આ રીતે આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ

Ayushman Card/ આયુષ્યમાન કાર્ડ યોજનાને ગુજરાતમાં જબરજસ્ત સફળતાઃ દાવા પતાવટમાં રાજ્ય ટોચ પર

ભુપેન્દ્ર પટેલની સરકારના નવા પ્રધાનોને થઈ બંગલાની ફાળવણી

Conversation/ PM મોદીએ બ્રિટનના રાજા સાથે આ મુદ્દાઓ પર કરી વાત,જાણો

ગ્લોબલ વૉર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધતા એશિયાના 50 શહેરો જળમગ્ન થઇ જવાનો ખતરો