મહેસાણા/ 5 વર્ષના છોકરાએ તેની મુકબધિર માતા પર ગેંગરેપ થયાની જાણ તેના પિતાને કરી, પછી…

જેમાં એક મહિલા પર ચાર શખ્સોએ મળીને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ જેની સાથે બળાત્કાર ગુજાર્યો છે તે બહેરી વ્યક્તિ છે.

Gujarat
hathras

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બળાત્કારની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ-અલગ ઘટનાઓમાં આરોપી જે વ્યક્તિને પોતાની હવસનો શિકાર બનાવે છે તેની ઉંમર, માનસિક સ્થિતિ કે શારીરિક સ્થિતિ પણ જોતો નથી. બળાત્કારના આ વધી રહેલા કિસ્સાઓ પોલીસ માટે પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતના મહેસાણાના ઉંઝામાં વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પર ચાર શખ્સોએ મળીને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ જેની સાથે બળાત્કાર ગુજાર્યો છે તે બહેરી વ્યક્તિ છે.

વિગતવાર માહિતી મુજબ મહેસાણાના ઊંઝામાં એક મુકબધિર મહિલા પર ચાર શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના પુત્રને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે તેના પિતાને આ વાત જણાવી. જે ફુગ્ગા વેચતો હતો. પુત્રની વાત સાંભળીને પિતા તરત જ સ્થળ પર પહોંચી ગયા. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા પતિને જોઈને ચારેય શખ્સોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ તમામની ધમકીથી ડરીને તમામ ત્યાંથી ભાગીને રાજસ્થાન ગયા હતા. જોકે, બાદમાં પીડિતાના પરિવારે રાજસ્થાનના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાંથી આ ઘટનાની જાણ મહેસાણા એસપી કચેરીમાં કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે આરોપી જગન્નાથ બગરીયા, દેવનારાયણ બગરીયા, ધારસિંહ બગરીયા અને માંગીલાલ બગરીયાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

Crime/ આસારામના આશ્રમમાંથી 4 દિવસથી ગુમ થયેલી બાળકીની લાશ મળી, પોલીસે આશ્રમને સીલ કર્યો

IPL ટીવી રેટિંગ/ IPLને મોટો ફટકો, વ્યુઅરશિપમાં 33 ટકાનો ઘટાડો

વિધાનસભા ચૂંટણી / હાર્દિક, જિજ્ઞેશ અને અલ્પેશ, શું છે તેમનું રાજકીય ભવિષ્ય?