Not Set/ મહેસાણા/ વર્ષ 2012માં બનાવેલો બાયપાસ હાઈવે પર પુલ બેસી ગયો

થોડા વર્ષોમાં પુલની હાલત કથળી પુલ બેસી જતાં વાહન વ્યવહાર બંધ કરાવ્યો થોડા વર્ષોમાં પુલની હાલત કથળી PWના અધિકારીએ કેમેરા સમક્ષ બોલવાનું ટાળ્યું મહેસાણાના નુગર બાયપાસ હાઈવે પરથી પસાર થતાં વાહનો ભયંકર દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા. પુલ બેસી ગયો હોઇ નાગરિકોએ મહેસાણા માર્ગ મકાન વિભાગને જાણ કરતાં દોડધામ મચી ગઇ છે. માત્ર 7 વર્ષ […]

Gujarat Others
મેહસાણા બ્રીજ મહેસાણા/ વર્ષ 2012માં બનાવેલો બાયપાસ હાઈવે પર પુલ બેસી ગયો
  • થોડા વર્ષોમાં પુલની હાલત કથળી
  • પુલ બેસી જતાં વાહન વ્યવહાર બંધ કરાવ્યો
  • થોડા વર્ષોમાં પુલની હાલત કથળી
  • PWના અધિકારીએ કેમેરા સમક્ષ બોલવાનું ટાળ્યું

મહેસાણાના નુગર બાયપાસ હાઈવે પરથી પસાર થતાં વાહનો ભયંકર દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા. પુલ બેસી ગયો હોઇ નાગરિકોએ મહેસાણા માર્ગ મકાન વિભાગને જાણ કરતાં દોડધામ મચી ગઇ છે. માત્ર 7 વર્ષ પહેલા બનાવેલો હાઇવેનો પુલ બેસી જતાં પુલના નિર્માણમાં ગોટાળા થયાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

હાલ તો દુર્ઘટના  ટાળવા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ સવાલ એ છે કે જ્યાં વર્ષો જુના પુલ આજે પણ અડીખમ ઉભા છે ત્યાં માત્ર ૭ પહેલા નિર્માણાધીન આ પુલ બેસી કેમ ગયો..? ભ્રષ્ટાચારના સવાલો વચ્ચે માર્ગ મકાન દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા વર્ષ 2012માં આ  પુલ સહિત નુગર બાયપાસ તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજે અચાનક નીચે બેસી ગયો હોઇ વાહનચાલકો ગભરાઇ પરત ફરી રહ્યા હતા.

દરમ્યાન કોઇ નાગરિકે માર્ગ મકાનના ઈજનેરોને જાણ કરતાં તાત્કાલિક હાઇવે બંધ કરી ડાયવર્ઝન આપવા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.