Rain/ ગુજરાતમાં ફરી મેઘરાજાનું જોર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Breaking News
Mantavyanews 23 ગુજરાતમાં ફરી મેઘરાજાનું જોર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘમહેર ફરીથી શરૂ થવા જઈ રહી છે. વરસાદના સમાચારો જાણી ખેડૂતો પણ આનંદિત થઈ ગયા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ફરી ચોમાસુ તેજ ગતિએ સક્રિય બનશે તેવી માહિતી આપી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણ, પંચમહાલ, વડોદરા અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડવાના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. હવે સપ્ટેમ્બરમાં પડનારો વરસાદ કદાચ ઓગસ્ટની ઘટ તો પૂરી નહી કરે, પરંતુ ખેડૂતોનો પાક તો નિષ્ફળ નહી જાય તેટલું તો વરસાદે સુનિશ્ચિત કરી દીધુ છે. આખા ઓગસ્ટ મહિનાની સરેરાશ જેટલો વરસાદ સપ્ટેમ્બરના પ્રથમ દસ દિવસમાં પડી ગયો. હવે બીજા દસ દિવસમાં તેનાથી બમણી સરેરાશથી પડનારો વરસાદ ખેડૂતોના પાકને નવજીવન બક્ષશે.

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન ધર્મ પર વિવાદિત નિવેદનો વચ્ચે ‘મદ્રાસ હાઈકોર્ટે’ કરી મહત્વની ટિપ્પણી!

આ પણ વાંચો: મોટા સમાચાર/ સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક

આ પણ વાંચો: Politics/ PM બનવા માગતા નીતીશ કુમાર માટે વડાપ્રધાનની ખુરશી ખાલી નથીઃ અમિત શાહ