Metro project/ બેંગ્લુરુ મેટ્રોનો પિલ્લર પડ્તાઃ માતા અને પુત્રના મોત

કર્ણાટકના બેંગલુરુમાં આજે એક નિર્માણાધીન મેટ્રોનો થાંભલો તેમના ટુ-વ્હીલર પર પડતાં એક મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના પતિ અને પુત્રીને ઈજા થઈ હતી. આ ઘટના આજે સવારે બેંગલુરુના નાગાવારા વિસ્તારમાંથી બની છે.

Top Stories India
Metro Pillar crash બેંગ્લુરુ મેટ્રોનો પિલ્લર પડ્તાઃ માતા અને પુત્રના મોત

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં આજે એક નિર્માણાધીન મેટ્રોનો થાંભલો (Metro pillar crash)  તેમના ટુ-વ્હીલર પર પડતાં એક મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના પતિ અને પુત્રીને ઈજા થઈ હતી. આ ઘટના આજે સવારે બેંગલુરુના નાગાવારા વિસ્તારમાંથી બની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દંપતી અને તેમના જોડિયા બાળકો – એક પુત્રી અને એક પુત્ર – તેમની બાઇક પર પટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોખંડનો થાંભલો Metro pillar crash તેમના પર તૂટી પડ્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈ એરપોર્ટ પર 28 કરોડથી વધુના કોકેઇન સાથે એકની ધરપકડ

આ અકસ્માતમાં તેજસ્વિની અને તેના પુત્ર વિહાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓ દ્વારા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત Metro pillar crash નીપજ્યું હતું. તેજસ્વનીના પતિ લોહિત અને પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, લોહિત બાઇક ચલાવતો હતો અને તેજસ્વિની પાછળ બેઠી હતી, બંનેએ હેલ્મેટ પહેરી હતી. ધાતુના સળિયાથી બનેલો પિલર 40 ફૂટ લાંબો હતો.

ડેપ્યુટી કમિશનર ડૉ. ભીમાશંકર એસ ગુલેડે જણાવ્યું હતું કે, “આજે સવારે Metro pillar crash મેટ્રોનો થાંભલો તૂટી પડ્યો હતો અને એક બાઇકને ટક્કર મારી હતી જેના પર ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેજસ્વિની અને તેનો પુત્ર વિહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તરત જ અલ્ટિઅસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, તેઓનું ત્યાં મૃત્યુ થયું હતું,” એમ બેંગ્લુરુ પૂર્વ પોલીસના વડા ડૉ. ભીમાશંકર એસ ગુલેડે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રથમ દર્દી જોવા મળ્યો

કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે થાંભલા પડી જવાના કારણનું વિશ્લેષણ કરવા માટે એક્સપર્ટને અકસ્માત સ્થળે બોલાવવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) દ્વારા બેદરકારીના આરોપોની પણ તપાસ કરવામાં આવશે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ચાર જણના પરિવારને રાહદારીઓ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું, “અમે નાગરિક સંસ્થાને ભંગાર અને બેરિકેડ્સને હટાવવામાં મદદ કરવા વિનંતી કરી, પરંતુ કોઈએ અમને મદદ કરી નહીં. અમે પછીથી સ્થાનિકોની મદદથી તેમને હોસ્પિટલ લઈ ગયા,” તેમણે જણાવ્યું. આ વિસ્તારના સ્થાનિકો અને મુસાફરોએ પણ બ્રુહદ બેંગલુરુ મહાનગરા પાલિકા (BBMP) સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચોઃ

ફાયરબ્રિગેડનું ચાર કરોડનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જ કામ કરતું નથીઃ મોકડ્રિલમાં પર્દાફાશ

માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર

સાઉદી અરેબિયાએ પાકિસ્તાન માટે કરી આ મોટી જાહેરાત! ડિફોલ્ટરથી બચાવવા માટે આપી સંજીવની