IPL Metro/ અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલની મેચોના IPL-Metro આયોજનની તૈયારીઓને અંતિમ સ્વરૂપ અપાઈ ગયું છે ત્યારે મેચ જોનારાઓને હાલાકી ન પડે તે માટે મેટ્રોનો સમય પણ લંબાવવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
IPL Metro અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલની મેચોના IPL-Metro આયોજનની તૈયારીઓને અંતિમ સ્વરૂપ અપાઈ ગયું છે ત્યારે મેચ જોનારાઓને હાલાકી ન પડે તે માટે મેટ્રોનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. પ્રેક્ષકોની સગવડને ધ્યાનમાં રાખીને રાત્રિના દોઢ વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવશે. હાલમાં મેટ્રોનો સમય સવારના સાતથી રાત્રિના દસ વાગ્યા સુધીનો છે. તે આઇપીએલની મેચ દરમિયાન લંબાવીને રાત્રિના દોઢ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની સાત લીગ મેચ રમાવવાની છે. IPL-Metro આમ મેચ જોવા જનારાઓને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

IPL મેચ ચાલશે ત્યાં સુધી રાત્રે 1.30 વાગ્યા સુધી શરૂ રહેશે મેટ્રો ટ્રેન સેવા

IPL મેચની શરૂઆત 31 માર્ચે થવાની છે. IPL-Metro આથી 31 માર્ચથી જ્યાં સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ ચાલશે ત્યાં સુધી મેટ્રો ટ્રેન સેવા રાત્રિના દોઢ વાગ્યા સુધી શરૂ રહેશે. દર્શકોને આવવા જવામાં હાલાકી ન પડે અને સરળતાથી સ્ટેડિયમ પર પહોંચી શકે તેને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે.

સાંજે 7 વાગ્યાથી શરૂ થનારી IPL મેચ જોવા આવનારા IPL-Metro દર્શકો આ મેચ જોઈને પરત ફરે ત્યારે મેટ્રોની મુસાફરી કરીને તેમના ઘરે પહોંચી શકશે. તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ છે. આથી સવારના 7 વાગ્યાથી શરૂ થઈને રાત્રે દોઢ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ રહેશે. લોકોને મેચ જોયા બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મોડી રાત્રે પણ મળી રહેશે.

આ અગાઉ ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને IPL-Metro અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો હતો. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 9 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા.  ત્યારે 10 થી 13 માર્ચના રોજ મેટ્રો ફરી રાબેતા મુજબ 7થી રાત્રીના 10 સુધી દોડવા લાગી હતી.

આ પણ વાંચોઃ ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર/અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે

આ પણ વાંચોઃ ઇતિહાસ/કેસર કેરીનું નામ પહેલા શું હતુ તે જાણો અને જૂનાગઢના નવાબની ભૂમિકા જાણો

આ પણ વાંચોઃ મુંદ્રા પોર્ટ રેકોર્ડ/અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી