Not Set/ મેક્સિકો Vs. દક્ષીણ કોરિયા, દક્ષીણ કોરિયાને હરાવી મેક્સિકોએ અંતિમ 16 માં સ્થાન મેળવ્યું

મેક્સિકોની આ ફીફા વિશ્વ કપ 2018 માં સળંગ બીજી વિજય છે. પ્રથમ મેચમાં, મેક્સિકોએ વર્તમાન વિજેતા જર્મની 1-0 થી હરાવ્યું હતું. મેક્સિકો પોતાના ‘એફ’ ગ્રુપમાં અંતિમ -16 સુધી પહોંચતી પ્રથમ ટીમ છે. મેક્સિકોના કાર્લોસ વેલાએ પ્રથમ હાફમાં જ એક આકર્ષક ગોલ ફટકારી દીધો હતો. જયારે જાવિરીર હર્નાન્ડેઝે દ્વિતીય હાફમાં એક ગોલ નોંધાવ્યો  હતો. સાઉથ કોરીયાના […]

Sports
23 june 2018 south korea vs maxico match 2 મેક્સિકો Vs. દક્ષીણ કોરિયા, દક્ષીણ કોરિયાને હરાવી મેક્સિકોએ અંતિમ 16 માં સ્થાન મેળવ્યું

મેક્સિકોની આ ફીફા વિશ્વ કપ 2018 માં સળંગ બીજી વિજય છે. પ્રથમ મેચમાં, મેક્સિકોએ વર્તમાન વિજેતા જર્મની 1-0 થી હરાવ્યું હતું. મેક્સિકો પોતાના ‘એફ’ ગ્રુપમાં અંતિમ -16 સુધી પહોંચતી પ્રથમ ટીમ છે.

મેક્સિકોના કાર્લોસ વેલાએ પ્રથમ હાફમાં જ એક આકર્ષક ગોલ ફટકારી દીધો હતો. જયારે જાવિરીર હર્નાન્ડેઝે દ્વિતીય હાફમાં એક ગોલ નોંધાવ્યો  હતો. સાઉથ કોરીયાના અટેકિંગ પ્લેયર હાયન મીન સનએ દક્ષીણ કોરિયા માટે છેલ્લા મિનિટમાં એકમાત્ર ગોલ બનાવ્યો હતો.

રશિયામાં રમાયેલા 21 મી ફિફા (FIFA) વિશ્વ કપના ગ્રુપ એફ ના મેક્સિકો અને દક્ષીણ કોરિયાની મેચમાં મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 2-1 થી હરાવ્યું છે  અને સ્પર્ધાના અંતિમ 16 માં પ્રવેશ મેળવ્યો છે. મેક્સિકોનો પ્રથમ ગોલ સી વેલા દ્વારા પેનલ્ટી મેળવીને કરવામાં આવ્યો હતો. વેલાએ રમતના 26 માં મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે બીજા હાફના ગાળામાં, ઝેવિયર હર્નાન્ડેઝે 66 મી મિનીટે બીજો ગોલ કરીને મેક્સિકોને 2-0થી આગળ ધપાવ્યો હતો. સાઉથ કોરિયાના સોન હુઆંગ મીને ઇન્જરી ટાઈમમાં 93 મી મિનિટમાં દક્ષીણ કોરિયા માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.