prediction/ માઈકલ વોનની ભવિષ્યવાણી, IPL 2022ની ટ્રોફી જીતી શકે છે આ ટીમ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી માઈકલ વોને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે IPL 2022 જીતનાર ટીમનું નામ આપ્યું છે…

Top Stories Sports
Michael Vaughan's Big Prediction

IPL 2022 ખૂબ જ શાનદાર રીતે રમાઈ રહી છે. IPL 2022માં દર્શકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી માઈકલ વોને એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે IPL 2022 જીતનાર ટીમનું નામ આપ્યું છે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનને લાગે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 જીતવા માટે ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફેવરિટ છે. વોને આગાહી કરી હતી કે RCB આ વર્ષે IPL 2022 માં તેમની સાતમાંથી પાંચ મેચ જીતીને તેમના ખિતાબના દુષ્કાળને સમાપ્ત કરી રહી છે. RCB અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.

RCB ટીમે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. આ પછી માઈકલ વોને ટ્વીટ કર્યું, ‘ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં આરસીબી આ વર્ષે વધુ સારું પ્રદર્શન કરશે તેમાં કોઈ શંકા નથી.’ લખનૌને જીતવા માટે RCB ટીમને 182 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. લખનૌની ટીમ 20 ઓવરમાં 163 રન જ બનાવી શકી હતી.

RCB ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડુ પ્લેસિસે મેચમાં 64 બોલમાં 96 રન બનાવ્યા જેમાં 11 ફોર અને 2 લાંબી સિક્સ સામેલ હતી. તેણે ગ્લેન મેક્સવેલ સાથે મહત્વની ભાગીદારી રમી હતી. ડુ પ્લેસિસને તેની ઇનિંગ માટે ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો હેઝલવુડે મેચમાં 25 રનમાં 4 વિકેટ ઝડપી હતી. તેના બોલનો જવાબ કોઈની પાસે નહોતો. લખનૌની ટીમની બેટિંગ તેની સામે ટકી શકી નહીં. હેઝલવુઝે લખનૌની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી. આ બંને ખેલાડીઓ RCB ટીમ માટે મેચ વિનર સાબિત થયા હતા.

આ પણ વાંચો: Inflation/ વધતા ભાવોને લઈને સીતારમણનું નિવેદન, કહ્યું-દેશમાં મોંઘવારી વધારે નથી

આ પણ વાંચો: pandemic/ કોરોનાની ‘R Value’ એ વધારી ચિંતા, જાણો આનાથી જોડાયેલો મોટો ખતરો