જમ્મુ-કાશ્મીર/ આઝાદીની ઉજવણી વચ્ચે કુલગામમાં આતંકવાદીઓ ગ્રેનેડથી કર્યો હુમલો, એક પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરમાં હવે મોડી રાત્રે આતંકીઓ હુમલા કરી રહ્યા છે. શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો

Top Stories India
2 27 આઝાદીની ઉજવણી વચ્ચે કુલગામમાં આતંકવાદીઓ ગ્રેનેડથી કર્યો હુમલો, એક પોલીસકર્મી શહીદ

જમ્મુ-કાશ્મીરમાં હવે મોડી રાત્રે આતંકીઓ હુમલા કરી રહ્યા છે. શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. બાદમાં સુરક્ષા દળો પહોંચ્યા ત્યાં સુધીમાં આતંકીઓ ભાગી ગયા હતા. પોલીસનું કહેવું છે કે આતંકીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં ગ્રેનેડની ઘટના સામે આવી હતી. આ આતંકવાદી ઘટનામાં પૂંચના મેંધરના રહેવાસી તાહિર ખાન નામનો એક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે અનંતનાગની જીએમસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેcણે દમ તોડી દીધો હતો અને તે શહીદ થયા હતા

આ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન ઘાયલ થયો હતો. શ્રીનગર પોલીસે ટ્વીટ કર્યું હતું કે આતંકવાદીઓએ અલી જાન રોડ, ઈદગાહ ખાતે સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક સીઆરપીએફ જવાનને સામાન્ય ઈજા થઈ હતી.