Not Set/ દૂધ કરતાં વધુ બિયર પીવું ફાયદાકારક છે, લોકો PETAનાં દાવાથી આશ્ચર્યચકિત !!!

શરાબ કે કોઇ પણ પ્રકારનું આલ્કોહોલીક પીણું એટલે કે દારુ કે બીયર પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. કદાચ તેથી જ આપને બાળપણથી જ દૂધ પીવાના ફાયદાઓ વિશે કહેવામાં આવે છે. બીજી બાજુ, પેટા (પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) એ કહ્યું છે કે દૂધ પીવા કરતાં બીયર પીવું ફાયદાકારક છે. અને PETAનાં આ દાવાથી લોકો […]

Top Stories Health & Fitness
doodh bear દૂધ કરતાં વધુ બિયર પીવું ફાયદાકારક છે, લોકો PETAનાં દાવાથી આશ્ચર્યચકિત !!!

શરાબ કે કોઇ પણ પ્રકારનું આલ્કોહોલીક પીણું એટલે કે દારુ કે બીયર પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી. કદાચ તેથી જ આપને બાળપણથી જ દૂધ પીવાના ફાયદાઓ વિશે કહેવામાં આવે છે. બીજી બાજુ, પેટા (પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) એ કહ્યું છે કે દૂધ પીવા કરતાં બીયર પીવું ફાયદાકારક છે. અને PETAનાં આ દાવાથી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધના ફાયદા આપને નાનપણથી કહેવામાં આવે છે. તેના ફાયદાઓને ધ્યાનમાં લેતા, કેટલાક પરિવારોમાં, લોકોને દરરોજ એકથી બે ગ્લાસ દૂધ આપડાવવામાં પણ આવે છે. કેટલા પરિવારમાં તો તમને ભાવે કે ન ભાવે દૂધ પીવું ફરજીયાત છે.

પરંતુ પેટા મુજબ બીયર પીવું એ દૂધ કરતાં વધારે ફાયદાકારક છે. બીઅર ન માત્ર હાડકાઓને મજબૂત બનાવે છે, પરંતુ તેને પીવાથી જીવનકાળ પણ વધે છે. પેટાએ લોકોને દૂધ ન પીવાની સલાહ આપી છે. એટલું જ નહીં પેટાએ દૂધ પીવાના અનેક ગેરફાયદાઓ પણ  આપ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે દૂધ પણ મેદસ્વીપણા, ડાયાબિટીઝ અને કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બને છે.

પેટાએ હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અહેવાલને આધારે આ દાવો કર્યો છે. આ નિવેદનમાં શાકાહારી હોવાના ફાયદા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. જો કે, આ દાવા બાદ એક મોટી ચર્ચા ફાટી નીકળી છે. સામાન્ય રીતે બીઅરને આલ્કોહોલ પીણું માનવામાં આવે છે. તેને બનાવવા માટે વપરાયેલી વસ્તુઓમાં ઘણા પોષક તત્ત્વો જોવા મળે છે. જવ, ઘઉં, મકાઈ અને ચોખાનો ઉપયોગ બીયર બનાવવા માટે થાય છે.

સામાન્ય રીતે દૂધ વિશે અનેક વાર લોકો દ્વારા પીવું જોઇએ કે કેમ વિશે તર્ક વિતર્કો રજૂ કરવામાં આવ્યા છે. લોકો દ્વારા ત્યાં સુધીની દલીલો પણ કરવામાં આવે છે કે, જો કુદરતી રીતે દૂધ જીવનભર આટલુ બધુ જરૂરી હોત તો કુદરત તે પ્રવાહ જીવનભર ચાલુ રાખત અને અમુક સયમ પછી માતાનાં સ્તનમાંથી દૂઘ અદ્વશ્ય ન થઇ જાત. આમ તમામ દાવાઓ વચ્ચે PETAનાં દાવાથી લોકો આશ્ચર્યચકિત જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.