network/ એરટેલના નેટવર્કએ માત્ર 20 મિનિટ માટે સાથ છોડી દેતા કરોડો લોકો થયા હેરાન પરેશાન

એરટેલ કંપનીના નેટવર્કે બપોરના સમયે 20 મિનિટ માટે સાથ છોડી દેતા વિશ્વ ભરમાં કરોડોની સંખ્યામાં ફેલાયેલા તેના ગ્રાહકોને મોટી તકલીફનો સામનો કરવો પડયો હતો. લોકોને એકબીજાને ફોન કરવામા ભારે રુકાવટ આવી હતી. એટલુંજ નહીં ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ સાઇટોમાંથી ડાઉનલોડિંગની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ હતી. અત્યારે મોટાભાગે દેશ ભરમાં ઓફિસિયલ નોકરીઓમાં વિડીયો કોન્ફ્રન્સથી મિટિંગ થઇ […]

India
airtel એરટેલના નેટવર્કએ માત્ર 20 મિનિટ માટે સાથ છોડી દેતા કરોડો લોકો થયા હેરાન પરેશાન

એરટેલ કંપનીના નેટવર્કે બપોરના સમયે 20 મિનિટ માટે સાથ છોડી દેતા વિશ્વ ભરમાં કરોડોની સંખ્યામાં ફેલાયેલા તેના ગ્રાહકોને મોટી તકલીફનો સામનો કરવો પડયો હતો. લોકોને એકબીજાને ફોન કરવામા ભારે રુકાવટ આવી હતી. એટલુંજ નહીં ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ સાઇટોમાંથી ડાઉનલોડિંગની પ્રક્રિયા પણ ધીમી પડી ગઈ હતી. અત્યારે મોટાભાગે દેશ ભરમાં ઓફિસિયલ નોકરીઓમાં વિડીયો કોન્ફ્રન્સથી મિટિંગ થઇ રહી છે. બપોરે એકાએક નોટ કનેક્શન ખોરવાઈ જતા આવી મિટિંગો ઉપર તેની ભારે અસર દેખાઈ હતી.

20 મિનિટ બાદ એરટેલના તમામ મોબાઈલ ધારકોના મોબાઈલ માં નેટવર્ક પરત આવી જતા ધીમે ધીમે ખોરવાઈ ગયેલી વોઇસ કોલિંગ સિસ્ટમ પાછી પાટા ઉપર આવી ગઈ હતી. જોકે, 20 મિનિટ માટે તો રીતસર ગ્રાહકોને એરટેલના નેટવર્કે હેરાન પરેશાન કરી દીધા હતા.

આજના માનવીને મોબાઈલ ફોન અને એમાંય ઇન્ટરનેટ વગર જો રહેવાનું કહેવામાં આવે તો તે એક કલાક પણ રહી ન શકે. કારણકે આજે ઇન્ટરનેટ અને મોબાઈલ એ બંને વસ્તુઓ એવી થઇ ગઈ છે કે જે માનવીના ખુબજ નજીકના મિત્ર જેવા થઇ ગયા છે. ઓનલાઇન શોપિંગથી લઈને ઓનલાઇન મિટિંગ હોય કે પછી મિત્રો મિત્રોમાં થતી ચેટિંગ હોય કે ફોન કોલ્સ હોય. તમામ વિકલ્પોના માટે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ ખબજ આવશ્યક છે. બંને વિકલ્પમાંથી કોઈ એક પણ વિકલ્પ જો ન હોય તો માનવીની મુશ્કેલીઓ વધી શકે છે.આજે એરટેલના નેટવર્ક સાબિત કરીને બતાવ્યું કે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો માનવી માત્ર 20 મિનિટ પૂરતો પણ મોબાઈલ અને નેટવર્કના અભાવથી શાંતિથી રહી શકતો નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો