Surendranagar/ લીંબડીમાં ખનીજ વિભાગનો સપાટો, ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવી લાખનો મુદ્દામાલ જપ્ત

લીંબડી તાલુકાના ઉઘલ અને લીયાદ ગામની ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતું ડમ્પર, લોડર ઝડપી પાડ્યું હતું. સાથે જ વોશ પ્લાન્ટ પણ મળી આવ્યો હતો. 28 લાખનો મુદ્દામાલ સીઝ કરી 1 શખ્સ વિરૂદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Gujarat Others
a 337 લીંબડીમાં ખનીજ વિભાગનો સપાટો, ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવી લાખનો મુદ્દામાલ જપ્ત

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર 

લીંબડી તાલુકાના ઉઘલ અને લીયાદ ગામની ભોગાવા નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતું ડમ્પર, લોડર ઝડપી પાડ્યું હતું. સાથે જ વોશ પ્લાન્ટ પણ મળી આવ્યો હતો. 28 લાખનો મુદ્દામાલ સીઝ કરી 1 શખ્સ વિરૂદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી વિજય સુમેરા, ડીવાયએસપી જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.ઈસરાણી, ખનીજ વિભાગના મદદનીશ ભુ.શાસ્ત્રી કે.એન.પરમાર, રોયલ્ટી ઇન્સપેક્ટર આઇ.એ.ઝાલા તથા ઇ.ચાર્જ માઇન્સ સુપરવાઇઝર એસ.જી.મસાણી સહિતે ડ્રોન સર્વે કામગીરીને પગલે લીંબડીના ઉઘલ-લીયાદના ભોગાવા નદીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડામાં 26 મેટ્રીક ટન રેતી ભરેલ ડમ્પર અને લોડર ઝડપી પાડ્યું હતું. રેતી ચોરી કરતું ડમ્પર અને લોડર બોડીયા ગામના ડાગર ગોકુલભાઇ મનજીભાઇ વહિવટ કરતા હોવાનું બહાર આવ્યું છે. ડમ્પર રૂ. 20 લાખ, સાદીરેતી માપણી મુજબ, લોડરની અંદાજીત કિં. 7 લાખ અને વોશ પ્લાનની મળી રૂ. 28 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

આ પણ વાંચો :ST બસોમાં મહિલાઓને અપાઈ કંડકટરની ફરજ, સુરેન્દ્રનગરમાં મળ્યો સારો પ્રતિસાદ

આ પણ વાંચો :અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…