Not Set/ આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, મારા કારણે શરૂ થયો IPL , ભારતીય ફેન્સ બોલે થેન્કયુ

પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે કહ્યું કે ભારતનાં લોકોએ મને દુવાઓ આપવી જોઈએ કે મારા લીધે ભારતમાં IPL જેવી ટુર્નામેન્ટ શરુ થઇ. હકીકતમાં વાત એમ છે કે, દુબઈના એક મેગા ક્રિકેટ ઇવેન્ટમાં તેઓ હાજર રહ્યા હતા. મિસ્બાહને જયારે પુછવામાં આવ્યું કે 2007 ટી- 20 વર્લ્ડ કપનાં ફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં જોગીન્દર શર્માની બોલ પર […]

Sports
cricket આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, મારા કારણે શરૂ થયો IPL , ભારતીય ફેન્સ બોલે થેન્કયુ

પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે કહ્યું કે ભારતનાં લોકોએ મને દુવાઓ આપવી જોઈએ કે મારા લીધે ભારતમાં IPL જેવી ટુર્નામેન્ટ શરુ થઇ.

હકીકતમાં વાત એમ છે કે, દુબઈના એક મેગા ક્રિકેટ ઇવેન્ટમાં તેઓ હાજર રહ્યા હતા. મિસ્બાહને જયારે પુછવામાં આવ્યું કે 2007 ટી- 20 વર્લ્ડ કપનાં ફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં જોગીન્દર શર્માની બોલ પર એમણે સ્કૂપ શોટ કેમ રમ્યો ?

misbah આ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું, મારા કારણે શરૂ થયો IPL , ભારતીય ફેન્સ બોલે થેન્કયુ
misbah UL Haq talks about IPL and T20 world cup

મિસ્બાહે કહ્યું કે, તમારે લોકોએ મને દુવાઓ આપવી જોઈએ કે મારા લીધે ભારતમાં IPL જેવી ટુર્નામેન્ટ શરુ થઇ. મિસ્બાહે જણાવ્યું કે સ્કૂપ શોટ મારો ફેવરીટ શોટ હતો. અમને જીતવા માટે 6 રનની જરૂર હતી. જોગીન્દર શર્માની બોલ પર સ્કૂપ શોટ રમીને હું ચાર રન લેવા માંગતો હતો. પછી 2 રન લઈને મેચ જીતવા માંગતો હતો. એ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા સારી રીતે રમ્યું હતું અને તેઓ કપ જીતવાનું ડિઝર્વ કરતા હતા.

આ સિવાય મિસ્બાહે જણાવ્યું કે, ભારત વિરુદ્ધ મારો સ્લેજિંગ વાળો કોઈ કિસ્સો નથી. યુનુસ ખાન અને મારો જે ફાઈનલ ટેસ્ટ હતો એ મારા માટે અગત્યની મોમેન્ટ હતી.