Crime/ રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મ,  વિડીયો વાયરલ કરવાની ધમકી આપી

@સંજય મહંત , સુરત સુરતના  સરથાણા વિસ્તારમાં રહેતી રત્નકલાકરની પત્નીનેએકલતાનો લાભ લઇને પાડોસી યુવાને આ પરણિતા પર બળાત્કાર કરી તેનો વીડિયો  ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે યુવાન ત્રાસથી પરણિતા બીજે રહેવા જતી રહી હોવા છતાં આ યુવાન વીડિયોના નામે બ્લેકમેઇલિંગ  કરતો હોવાને લઈને આખરે પરીણિતાએ આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ […]

Gujarat Surat
crime knife રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મ,  વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
@સંજય મહંત , સુરત
સુરતના  સરથાણા વિસ્તારમાં રહેતી રત્નકલાકરની પત્નીનેએકલતાનો લાભ લઇને પાડોસી યુવાને આ પરણિતા પર બળાત્કાર કરી તેનો વીડિયો  ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે યુવાન ત્રાસથી પરણિતા બીજે રહેવા જતી રહી હોવા છતાં આ યુવાન વીડિયોના નામે બ્લેકમેઇલિંગ  કરતો હોવાને લઈને આખરે પરીણિતાએ આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હવસ ખોર પાડોસી યુવાની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી છે
સુરતમાં મહિલા અત્યાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે, ત્યારે વધુ એક મહિલાએ પોતાનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં 33 વર્ષીય પરણિતા અને એક પુત્રી-એક પુત્ર સાથે રહેતા પતિ  રત્નકલાકાર તરીકે કામ કરે છે.વર્ષ 2016 માં તેમણે એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા આરોપી અજય નામના આરોપી સાથે ઓળખાણ હોય એકબીજાના ઘરે અવરજવર હતી. દરમિયાન, વર્ષ 2018ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો વતન ગયા હતા અને પરિણાતા  બંને બાળકો પણ નાનાના ઘરે વતન ગયા હતા.પરિણીતાનો  પતિ કામ માટે બહાર ગયા હતા ત્યારે અજય ઘરે આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.
અજયે તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી આ વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. પરિણીતા સાથે તેણે આ વીડિયો દ્વારા બ્લેકમેઇલિંગ કરી અનેક વખત દુસ્કર્મ આચર્યુ હતું. જોકે આ યુવાન સતત પરિણીતાને બ્લેકમેલ કરતો હતો અજય નામનો યુવાન પરિણિતાને અવાર નવાર ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો.જોકે, પરણિતા  તેને તાબે થઈ નહોતી. તેની હેરાનગતિથી કંટાળી પરિણીતા અને  પતિને પાંચમા માળે રહેતા ફાવતું નથી તેવું કહી ઘર પણ બદલ્યું હતું અને માલિકીનો ફ્લેટ છોડી ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. પરંતુ આ યુવાન અજય પરીણિતાને ફોન કરીને હેરાન કરવા સાથે બ્લેકમેલ કરતો હતો જેને લઈને આ પરિણીતાએ સમગ્ર હકિકત તેના પતિને કીધી હતી.જેને લઈને પતિએ પરણિતાને તેના પતિએ સપોર્ટ આપી આ યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોધાંવી હતીજોકે પરિણીતાના ફરિયાદના આધારે પોલીસે ગણતરીએ કલાકમાં આરોપી એવા પાડોસી યુવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપ સાથે આ યુવાનું મેડિકલ ચેકબા માટે ની તજવીજ પોલીસે હાથ ધારી છે