Not Set/ Miss Universe 2019/ દક્ષિણ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ જીત્યો બ્રહ્માંડની સુંદરીનો ખિતાબ

દક્ષિણ આફ્રિકાની 25 વર્ષીય જોજિબિની ટૂંજીને વર્ષ 2019 નો મિસ યુનિવર્સનો ખિતાબ મળ્યો છે. અમેરિકાનાં એટલાન્ટામાં રવિવારે યોજાયેલ આ કાર્યક્રમમાં 90 સુંદરીઓ વચ્ચે સ્પર્ધા થઇ હતી. દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, કોલમ્બિયા, થાઇલેન્ડ અને પ્યુરટોરિકોની સુંદરીઓને પ્રથમ પાંચમાં પહોંચવામાં સફળતા મળી હતી. મિસ મેક્સિકો બીજા ક્રમે હતી. ગયા વર્ષે મિસ યુનિવર્સ ફિલિપાઇન્સની કેટોરિના ગ્રે એ આ વર્ષે […]

Top Stories World
miss universe 2019 winner featured Miss Universe 2019/ દક્ષિણ આફ્રિકાની જોજિબિની ટૂંજીએ જીત્યો બ્રહ્માંડની સુંદરીનો ખિતાબ

દક્ષિણ આફ્રિકાની 25 વર્ષીય જોજિબિની ટૂંજીને વર્ષ 2019 નો મિસ યુનિવર્સનો ખિતાબ મળ્યો છે. અમેરિકાનાં એટલાન્ટામાં રવિવારે યોજાયેલ આ કાર્યક્રમમાં 90 સુંદરીઓ વચ્ચે સ્પર્ધા થઇ હતી. દક્ષિણ આફ્રિકા, મેક્સિકો, કોલમ્બિયા, થાઇલેન્ડ અને પ્યુરટોરિકોની સુંદરીઓને પ્રથમ પાંચમાં પહોંચવામાં સફળતા મળી હતી. મિસ મેક્સિકો બીજા ક્રમે હતી. ગયા વર્ષે મિસ યુનિવર્સ ફિલિપાઇન્સની કેટોરિના ગ્રે એ આ વર્ષે મિસ યુનિવર્સ બનનારને તાજ પહેરાવ્યો હતો.

જોજિબિની દક્ષિણ આફ્રિકાનાં ટોસ્લોની રહેવાસી છે. મિસ યુનિવર્સની સત્તાવાર વેબસાઇટ પર તેના બાયો અનુસાર, તે એક જુનૂની કાર્યકર્તા છે જે લિંગ ભેદભાવથી સંબંધિત હિંસા સામે પોતાનો અવાજ ઉઠાવતી રહે છે. વેબસાઇટ પર લખ્યું છે, ‘તેમણે પોતાના સોશિયલ મીડિયા કેમ્પેનનો પ્રયોગ રૂઢિવાદી વિચારધારાઓ પર આધારિત વિચારને બદલવા માટે કર્યો છે. તે હંમેશાં કુદરતી સૌંદર્યની હિમાયત કરતી રહે છે અને સાથે મહિલાઓને પોતાને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરતી રહી છે.’

જોજિબિનીનો જન્મ ટોસ્લોનાં પૂર્વીય કેપમાં થયો હતો અને તેનો ઉછેર નજીકનાં ગામ સીડાવાડવેનીમાં થયો હતો. તે પછી તે કેપટાઉનમાં સ્થળાંતર થઈ અને કેપ પેનિન્સુલા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં સ્નાતક થઈ. વર્ષ 2018 માં, તેમણે ઇમેજ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશનમાં સ્નાતક કર્યુ. તેણીએ મિસ સાઉથ આફ્રિકાનો ખિતાબ જીત્યા પહેલાં કેપટાઉનમાં જનસંપર્ક વિભાગ સાથે ગ્રેજ્યુએટ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.