MANTAVYA Vishesh/ મિશન ગગનયાન, નરેન્દ્ર મોદીએ ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામની કરી જાહેરાત

નરેન્દ્ર મોદીએ ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી છે.ત્યારે આજે મંતવ્ય વિશેષમાં જાણો  મિશન ગગનયાન વિશે અને જાણો કે કઈ રીતે આ 4 અવકાશયાત્રીઓના નામની પસંદગી કરાઈ.

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • મિશન ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામ જાહેર
  • પીએમ મોદીએ પહેરાવી એસ્ટ્રોનોટ વિંગ
  • ચારેય છે ભારતીય વાયુ સેનાના ટેસ્ટ પાયલટ
  • કઈ રીતે ખાસ છે આ 4 અવકાશયાત્રીઓ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ રૂ.1800 કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી છે. ત્યારે પીએમ મોદીએ ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર ચાર અવકાશયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ પહેરાવીને દુનિયા સમક્ષ જાહેર કર્યા છે.અને તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે.

આ ચારેય અવકાશ યાત્રીઓ એ દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. તેમને ફાઈટર જેટની દરેક પ્રકારના ખામીઓ અને ખાસિયતોનો ખ્યાલ છે, તેથી તેમને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમને રશિયામાં તાલીમ આપવામાં આવી છે, અને હાલમાં પણ તેમની બેંગલુરુમાં અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ ચાલી રહી છે. આ ચાર અવકાશ યાત્રીઓ માથી ત્રણ ગ્રુપ કેપ્ટન છે અને બાકીનો એક વિંગ કમાન્ડર છે,

ગગનયાન મિશન માટે સેકડો પાઇલોટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.અને આ પછી 12ની પસંદગી કરવામાં આવી હતી.આ 12 પ્રથમ સ્તર પર આવ્યાં હતા.અને તેમની પસંદગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન (IAM)માં થઈ હતી.આ પછી પસંદગી પ્રક્રિયાના અનેક રાઉન્ડ પૂર્ણ થયા.અને ત્યારબાદ ઈસરો અને એરફોર્સે ચાર ટેસ્ટ પાઈલટના નામ ફાઈનલ કર્યા. આ પછી ઈસરોએ આ ચારને 2020ની શરૂઆતમાં રશિયા મોકલ્યા હતા જેથી તેઓ મૂળભૂત અવકાશયાત્રીની તાલીમ લઈ શકે.પરંતું કોવિડ-19ને કારણે તેમની તાલીમમાં વિલંબ થયો હતો અને  2021 માં તેમની તાલીમ પૂર્ણ થઈ હતી. આ તાલીમ પુર્ણ થયા પછી પણ તેમની વિવિધ પ્રકાની તાલીમો થઈ રહી છે.

ISROના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC)માં ઘણા પ્રકારના સિમ્યુલેટર લગાવવામાં આવી રહ્યા છે, જેના પર આ ચારેય અવકાશ યાત્રીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ સતત ઉડાન ભરી રહ્યો છે અને ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે. જો કે આ ચારેય ગગનયાન મિશન માટે ઉડાન નહીં ભરે તેમાંથી 2 કે 3 ટેસ્ટ પાઇલટની પસંદગી કરવામાં આવશે.

તો LVM-3 ને HLVM – 3 માં બદલવું જરૂરી હતું જેથી કરી ક્રૂ મોડ્યુલને પૃથ્વીથી 400 કિમી ઉપર ગોળાકાર ભ્રમણકક્ષામાં પહોંચાડી શકાય.અહી H નો અર્થ માનવ રેટેડ છે..અને રોકેટનું નામ HRLV હશે. એટલે કે માનવ રેટેડ લોન્ચ વ્હીકલ

ત્યારે આ રોકેટમાં નિષ્ફળતા કરતાં સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની જેમ. એટલે કે, જો કોઈ પ્રકારનો ખતરો હોય તો, ક્રૂ મોડ્યુલે આપણા અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવું જોઈએ. રોકેટમાં કોઈ ખામી સર્જાય તો અવકાશયાત્રીઓને તેના કોઈપણ તબક્કાથી દૂર ખસેડીને સુરક્ષિત રાખે અને જો કોઈ કટોકટી સર્જાય છે, તો ક્રૂ મોડ્યુલ અવકાશયાત્રીઓને લઈ સમુદ્રમાં પડી જશે.તો ઈસરોના વૈજ્ઞાનિકોએ ચારથી પાંચ પ્રકારના જોખમો પર કામ કર્યું છે. જેથી ક્રૂ મોડ્યુલ આપણા અવકાશયાત્રીઓને આ જોખમોથી બચાવી શકે. ક્રૂ મોડ્યુલ દરેક ખતરા પર અલગ રીતે પ્રતિક્રિયા આપશે. તે ઊંચાઈ અને ઝડપને પણ નિયંત્રિત કરશે અને અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે જમીન પર પાછા લાવશે, જોકે હજુ ઘણા પ્રકારના ટેસ્ટ બાકી છે

તો ISRO હાલમાં ગગનયાનના ક્રૂ મોડ્યુલનું હાઈ-એલ્ટિટ્યૂડ ડ્રોપ ટેસ્ટ કરાવી રહ્યું છે. જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ રોકેટથી અલગ થઈને 2 કિલોમીટર દૂર પડી જશે. હાલમાં એક પરીક્ષણ વાહન પ્રોજેક્ટ પણ છે. જેમાં GSLV બૂસ્ટર એટલે કે L-40 એન્જિનનું પરીક્ષણ કરવામાં આવનાર છે. કારણ કે રોકેટમાં ક્રૂ મોડ્યુલ લગાવવામાં આવશે…આ એન્જિન ક્રૂ મોડ્યુલને 10 કિલોમીટરની ઊંચાઈથી સુરક્ષિત રીતે પાછું લાવશે. સાથે જ ભારતીય નૌકાદળ અને ઈસરો ગગનયાનને લેન્ડિંગ પછી સમુદ્રમાંથી પુનઃપ્રાપ્ત કરવા માટે સતત સર્વાઈવલ ટેસ્ટ કરી રહ્યા છે. ક્યારેક કોચીમાં તો ક્યારેક બંગાળની ખાડીમાં. ક્રૂ મોડ્યુલ રિકવરી મોડલના પરીક્ષણ દરમિયાન, તેનું વજન, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, બાહ્ય માળખું વગેરેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ લેન્ડિંગ અને ત્યારબાદ રિકવરી જેવી રીતે જ કરવામાં આવી રહી છે. તો માનવ અવકાશ ઉડાનનો અંતિમ તબક્કો ક્રૂ મોડ્યુલની પુનઃપ્રાપ્તિ તરીકે ગણવામાં આવે છે, એટલા માટે પહેલા તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

હવે આપને જણાવી દઈએ કે આ ક્રૂ મોડ્યુલ શું છે? ગગનયાનના જે ભાગમાં અવકાશયાત્રીઓ બેસીને 400 કિમીની ઊંચાઈએ  પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે તેને ક્રૂ મોડ્યુલ કહેવાય છે.ક્રૂ મોડ્યુલ એ બે-દિવાલોવાળી અત્યાધુનિક કેબિન છે, જેમાં વિવિધ પ્રકારની નેવિગેશન સિસ્ટમ્સ, હેલ્થ સિસ્ટમ્સ, ફૂડ હીટર, ફૂડ સ્ટોરેજ, ટોયલેટ વગેરે હશે. ક્રૂ મોડ્યુલનો અંદરનો ભાગ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ હશે. તે ઉચ્ચ અને નીચા તાપમાનને સહન કરશે. તે અવકાશયાત્રીઓને અવકાશના રેડીયેશન થી પણ સુરક્ષિત કરશે. તેની અંદર બેઠેલા અવકાશયાત્રીઓને વાતાવરણમાંથી બહાર જતા અને પાછા આવતા સમયે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. વાતાવરણમાં પ્રવેશતા પહેલા મોડ્યુલ તેની પોતાની ધરી પર ફરશે. જેથી હીટ શિલ્ડ ભાગ વાહનને વાતાવરણના ઘર્ષણથી બચાવી શકે.તો હીટ શિલ્ડ માત્ર વાતાવરણના ઘર્ષણથી પેદા થતી ગરમીથી જ નહીં પરંતુ દરિયામાં ઉતરાણ વખતે પાણી સાથે અથડાવાથી થતી ઈજાથી પણ રક્ષણ કરશે. જો કે, સમુદ્રમાં ક્રૂ મોડ્યુલ ઉતરતી વખતે, તેના પેરાશૂટ ખુલશે. જેથી તેનું લેન્ડિંગ સુરક્ષિત રહી શકે. તે ઉતરતાની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડ અથવા ભારતીય નૌકાદળના જહાજો તેની સંભાળ લેશે અને તેને ઉપાડી લેશે.

ISRO એ હાલમાં સામાન્ય લોકો માટે જે ક્રૂ મોડ્યુલ પ્રદર્શિત કર્યું છે, તેમાં બે લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. આ સિવાય તેમાં બે પ્રકારના મોનિટર લગાવવામાં આવ્યા છે. જે તેના નેવિગેશન, એવિઓનિક્સ, પ્રોપલ્શન, લેન્ડિંગ, પેરાશૂટ ઓપનિંગ વગેરે માટે સૂચનાઓ આપવામાં મદદ કરશે, તેમજ પૃથ્વી સાથે સંપર્ક કરવામાં મદદ કરશે.

તો હાલની તૈયારીઓ અનુસાર, અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જતા પહેલા ગગનયાનના ક્રૂ મોડ્યુલના બે માનવરહિત મિશન પૂર્ણ કરવામાં આવશે. જેથી તેની અંદરની તમામ ટેકનિકલ સિસ્ટમની તપાસ કરી શકાય. આ મિશન 16 મિનિટમાં તેમની નિયુક્ત ભ્રમણકક્ષા સુધી પહોંચશે. તે પછી, તેમને ત્યાંથી સમુદ્રમાં ઉતરવામાં લગભગ 36 મિનિટ લાગશે. આમાં સર્વિસ મોડ્યુલથી અલગ થવું, પેરાશૂટ ખોલવું અને ધીમે ધીમે બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં લેન્ડિંગનો સમાવેશ થાય છે. આ સર્વિસ મોડ્યુલ ક્રૂ મોડ્યુલની નીચે ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેની સોલાર પેનલ તેને અવકાશમાં પ્રવાસ દરમિયાન ઉર્જા પ્રદાન કરશે.

ત્યારે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ કહ્યું કે હાલમાં પ્રદર્શિત મોડલમાં ઘણા ફેરફારો શક્ય છે, પરંતુ તેને વ્યાપક માહિતી આપવા માટે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ગગનયાનના ક્રૂ મોડ્યુલનો વ્યાસ 11 ફૂટ, ઊંચાઈ 11.7 ફૂટ અને વજન 3735 કિગ્રા છે. તો  ગગનયાનની પ્રથમ માનવ ઉડાન 2024 પહેલા નહીં થાય. કારણ કે અવકાશયાત્રીઓની સુરક્ષા માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

તો આ અવસરે PM મોદી એ જણાવ્યું હતું કે, આજે જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે.હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઉભા થઈને આપણા અવકાશયાત્રીઓને અભિવાદન પાઠવે. દરેક રાષ્ટ્રની વિકાસયાત્રામાં કેટલીક એવી ક્ષણો આવે છે જે વર્તમાનની સાથે ભવિષ્યની પણ પેઢીઓને પણ વ્યાખ્યાયિત કરે છે. આજે ભારત માટે આ એક એવી ક્ષણ છે, આપણી વર્તમાન પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે જેને જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે.વડાપ્રધાને કહ્યું કે થોડા સમય પહેલા દેશને પહેલીવાર 4 ગગનયાન યાત્રીઓ સાથે પરિચય થયો હતો.

આ માત્ર 4 નામ કે 4 વ્યક્તિઓ નથી, આ ચાર શક્તિઓ છે જે 140 કરોડ ભારતીયોની આશાઓને અવકાશમાં લઈ જશે. 40 વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં જઈ રહ્યા છે પરંતુ આ વખતે સમય આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે ભારત ચંદ્રના સાઉથ પોલ પર તિરંગો ફરકાવનાર પ્રથમ દેશ બન્યો હતો.આજે શિવ-શક્તિ પોઇન્ટ સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવી રહ્યો છે. 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે.અને આ સ્પેસ સ્ટેશનની મદદથી ભારત અવકાશના અજાણ્યા વિસ્તારનો અભ્યાસ કરી શકશે.અમૃતકાળનો આ સમયગાળો ભારતીય અવકાશયાત્રીઓ આપણા પોતાના રોકેટમાં ચંદ્રની સપાટી પર ઉતરશે.

વધુમાં PM મોદી એ કહ્યું મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના સાધનો ભારતમાં બનેલા છે. આ એક ગજબનો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ટેકએફ કરી રહ્યું છે, ત્યારે જ ભારતનું ગગનયાન પણ આપણા સ્પેસ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલીવાર ઈસરોના આ કેન્દ્રમાં કોઈ વડાપ્રધાન પહોંચ્યા, ત્રણ મોટા પ્રોજેક્ટ થયા શરૂ

આ પણ વાંચો:પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…

આ પણ વાંચો:હરિયાણામાં થયેલી નેતાની હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

આ પણ વાંચો:શાહજહાંની તાત્કાલિક ધરપકડ કરો: કોલકાતા હાઈકોર્ટ