સુરત/ હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દી માટે જરૂરી એવા ફેક્ટર 7 અને ફેક્ટર 8ના ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 20T144252.599 હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

@અમિત રૂપાપરા 

Surat News:લેટર બોમ્બથી જાણીતા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા બાબતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દી માટે જરૂરી એવા ફેક્ટર 7 અને ફેક્ટર 8ના ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે.

Untitled 10 19 હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાના ણી અવારનવાર લેટર બોમ્બને લઈને ચર્ચામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા બાબતે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જ પત્ર લખવામાં આવ્યો છે તેમાં હિમોફીલિયાના દર્દી માટે જરૂરી એવા ફેક્ટર 7 અને 8ના ઇન્જેક્શનનો જથ્થો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ન હોવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટરમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાની બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. મને માહિતી મળી છે તેના આધારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ દર્દીની સંખ્યા અંદાજિત 550 જેટલી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ નજીક પડતી હોવાથી તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે અને અન્ય રાજ્યોના દર્દીઓની અંદાજિત સંખ્યા 250 જેટલી છે.

Untitled 10 હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

ધારાસભ્ય કુમાર કાનાણીએ લેટરમાં વધુમાં લખ્યું છે કે, દર્દીની સારવાર દરમિયાન 4થી 5 વાર ફેક્ટર 7 અને 8ના ઇન્જેક્શન આપવામાં આવે છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રોજના 30થી 35 જેટલા દર્દી સારવાર માટે આ ઇન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં વારંવાર ઇન્જેક્શનના જથ્થાની અનિયમિતતાના કારણે દર્દીને સમયસર ઇન્જેક્શન મળી શકતા નથી.

ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, જો દર્દીને સમયસર ઇન્જેક્શન ન મળે તો દર્દીને કાયમી અપંગતતા અથવા તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે જીવન રક્ષક ઇન્જેક્શન હોસ્પિટલોને GMSCL દ્વારા પુરા પાડવામાં આવે છે. તેથી આ બાબતે ઇન્જેક્શનનો જથ્થો સુરતની નવી સિવિલ હોસ્પિટલને મળી રહે તે માટે ભલામણ.


whatsapp ad White Font big size 2 4 હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર


આ પણ વાંચો:જરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો

આ પણ વાંચો:રખડતા ઢોરે વધુ એક યુવાનનો જીવ લીધો, 40 દિવસની લાંબી સારવાર બાદ મોત

આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન