Not Set/ ધારાસભ્ય ખોવાયા છે :કુબેર ડીંડોર સામે લોકો ની નારાજગી આવી સામે

સંતરામપુરમાં ઠેરઠેર પોસ્ટરો જોવા મળી રહ્યા છે જેમાં લખેલું છે કે ધારાસભ્ય ખોવાયા છે વિકાસથી વંચિત જનતા હવે ચૂંટણી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે

Gujarat
Untitled 6 ધારાસભ્ય ખોવાયા છે :કુબેર ડીંડોર સામે લોકો ની નારાજગી આવી સામે

ગજરાત રાજ્યમાં ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાર્ટી હાલમાં ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જનતા પણ હવે જાગૃત બની છે. ત્યારે સંતરામપુર જેવા આદિવાસી વિસ્તારમાં પણ લોકોમાં ચૂંટણીને લઈને જાગૃતિ જોવા મળી રહી છે.

સંતરામપુરમાં ઠેરઠેર પોસ્ટરો જોવા મળી રહ્યા છે જેમાં લખેલું છે કે ધારાસભ્ય ખોવાયા છે વિકાસથી વંચિત જનતા હવે ચૂંટણી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે તો સાથે પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષોમાં કોઈ વિકાસના કાર્યો નહીં કરેલા હોવાથી તેમની સામે નારાજગી વ્યક્ત કરવા ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

ધારાસભ્ય ખોવાયા છે સંતરામપુરમાં ખોવાયેલા ધારાસભ્ય કુબેર કોઇને મળે તો જાણ કરજો લી. એક જાગૃત નાગરિક ‘ લખાણ સાથેના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે આ પોસ્ટર કોણે લગાવ્યા છે હાલ સમગ્ર સંતરામપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે તો આવા બેનરો લગાવવાની જરૂર શા માટે પડી શું ? ધારાસભ્ય જનતાનો વિશ્વાસ ખોઈ બેઠા છે અનેક પ્રશ્નો આ પોસ્ટર પરથી ઉપસ્થિત થઈ રહ્યા છે.

ધારાસભ્યો ગાયબ થયા હોવાની તસવીરો હવે અવારનવાર વિવિધ જગ્યાએ જોવા મળે છે. જેને લઇ ગુજરાતના રાજકીય જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતના જેટલા પણ ધારાસભ્યો ગાયબ હોવાની તસવીરો સામે આવી છે તે તમામ નેતાઓ કદાવરની શ્રેણીમાં આવે છે.