ગુજરાત/ ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ તેમની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Gujarat Others
Untitled 115 ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં

રાજ્યમાં આજે  ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે . જેમાં  1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું . આ પરિણામ અનુસાર 3245 વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15,284 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ અને સૌથી વધુ 26,831 વિદ્યાર્થીઓએ બી2 ગ્રેડ મેળવ્યો છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ તેમની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ શાળાઓ જ પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

સ્કુલ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ ડાઉનલોડ કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સ્કૂલથી માર્કશીટ મેળવી શકશે. બોર્ડ ટુંક સમયમાં માર્કશીટ, પ્રમાણપત્ર, પૂનર્મૂલ્યાંકન સહિતની તારીખોની સુચના જાહેર કરશે.