Not Set/ મોબ લિંચિંગ/ માણસ ભૂલ્યો માનવતા, પત્નિને માર્યા બાદ ભાગી રહેલા શખ્સને ગામનાં લોકોએ…

દેશમાં કોઇપણ વ્યક્તિને જાનથી મારી નાખવો જાણે હવે સામાન્ય થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભીડ દ્વારા કોઇ એક શખ્સને મારતો વીડિયો તમે ઘણીવાર જોયો હશે પરંતુ આજે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છે તે જોયા બાદ તમે સમજી જશો કે માણસે આજનાં યુગમાં લગભગ બધુ મેળવી લીધુ, બધુ જ […]

Top Stories India
UP Murder મોબ લિંચિંગ/ માણસ ભૂલ્યો માનવતા, પત્નિને માર્યા બાદ ભાગી રહેલા શખ્સને ગામનાં લોકોએ...

દેશમાં કોઇપણ વ્યક્તિને જાનથી મારી નાખવો જાણે હવે સામાન્ય થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભીડ દ્વારા કોઇ એક શખ્સને મારતો વીડિયો તમે ઘણીવાર જોયો હશે પરંતુ આજે અમે તમને જે જણાવવા જઇ રહ્યા છે તે જોયા બાદ તમે સમજી જશો કે માણસે આજનાં યુગમાં લગભગ બધુ મેળવી લીધુ, બધુ જ શીખી લીધી પરંતુ માનવતાનો પાઠ ભણવામાં ઘણા પાછળ રહી ગયા.

આપને જણાવી દઇએ કે, એક 40 વર્ષીય વ્યક્તિ, જે પત્નીની હત્યા કરી અને સાસુ-સસરાને ઇજા પહોચાડી ભાગી રહ્યો હતો જેને કથિત રીતે ગામનાં લોકોએ પકડી એટલો માર્યો કે તેની મોત થઇ ગઇ. ઉત્તર પ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક ઓ.પી.સિંઘે અમેઠીમાં જણાવ્યું હતું કે બુધવારે આ ઘટના બની હતી. છત્તીસગઢનો રહેવાસી નિસાર કુરેશી તેની સાસરી ફતેહપુર પહોંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે તેણે કુહાડીથી કાપીને 35 વર્ષીય પત્ની અંસારીની હત્યા કરી હતી. તેણે તેની સાસુ અને શાળીને પણ ઈજા પહોંચાડી હતી. મણે કહ્યું કે આ ઘટના બાદ કુરેશી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો અને ખરાબ રીતે માર માર્યો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ વડાએ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષીઓને ચોક્કસ સજા મળશે.

ગાઝીપુરનાં પોલીસ સ્ટેશનનાં પ્રભારી સંદિપ તિવારીએ જણાવ્યું હતું કે કુરેશીનાં ભાઈ ઇશહાકે 100-150 લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમણે કહ્યું કે ઇશહાકે તેમને એક મિનિટ 28 સેકંડનો ઘટનાથી સંબંધિત વીડિયો પણ આપ્યો છે. તપાસ દરમિયાન વીડિયોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. નિસારનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટરોની પેનલનાં એક ડોક્ટરે કહ્યું કે તેના માથા અને મોં સિવાય વિવિધ અંગોનાં પચાસથી વધુ હાડકાં તૂટી ગયા છે. આ ઇજાનાં કારણે જ તેનું મોત નીપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.