Mobile ban in Ambaji temple/ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ, ફોટોગ્રાફી કરતા પકડાશે તો કાર્યવાહી થશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.હવે મંદિરમાં મોબાઇલ લઇ જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

Top Stories Gujarat
Mobile ban in Ambaji temple

  Mobile ban in legendary Ambaji temple:    સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.હવે મંદિરમાં મોબાઇલ લઇ જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંદિરમાં ફોટોગાફી પણ થઇ શકશે નહીં.મંદિરમાં પ્રવેશતા પહેલા શ્રદ્વાળુઓની સઘન ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયા તો કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો  છે.યાત્રાધામ અંબાજી વિશ્વનું એકમાત્ર શક્તિ પીઠ કે જ્યા માતાજીની પૂજા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે મંદિરના વહીવટકર્તાઓએ (Mobile ban in legendary Ambaji temple)  મંદિરમાં મોબાઇલ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. યાત્રાધામ અંબાજી મંદિર માં ગેટ ન 7, 8, અને 9 ના પ્રવેશદ્વાર થી મોબાઈલ લઇને પ્રવેશતા યાત્રિકોને મોબાઈલનું કડક ચેકીંગ કરી મોબાઈલ વિના જ મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સુરક્ષા વિભાગને પણ જાણ કરવા માં આવી છે. એટલુંજ નહીં મંદિર પરિસર અને મંદિરમાં ફોટોગ્રાફી કરતા ઝડપાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અંબાજી, ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદી ની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબિકા જંગલ, આશરે 480 મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ, અર્વાલ્લીની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી આશરે 1600 ફૂટ ઊંચો છે આદ્યાત્મીક શક્તિનું મુખ્ય કેન્દ્ર 8.33 ચો.કિ.મી. (5 ચો.મી. વિસ્તાર) ભારતમાં (51) પ્રાચીન શક્તિ પીઠ આવેલ છે.તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી., ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે.“અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં, દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પવિત્ર “શ્રી વિસા યંત્ર” મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખુલ્લું આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે

pm Modi gifted a chadar for Ajmer/વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ચાદર ભેટમાં આપી