સુરત/ મોબાઇલની દુકાન ચલાવનારા જોડે બની મોબાઇલ સ્નેચિંગ ઘટના,બે ઝડપાયા

સુરતના સચિન તેમજ પાંડેસરા વિસ્તારમાં મોબાઇલ ફોનની લૂંટ અને મર્ડરના ગુનામાં આરોપી પાસેથી મોબાઇલ ફોનની ખરીદી કરનાર દુકાનદાર અરવિંદ મોર્યા પાસેથી 21 જેટલા ફોન કરજે કરવામાં આવ્યા હતા

Gujarat Surat
mahi મોબાઇલની દુકાન ચલાવનારા જોડે બની મોબાઇલ સ્નેચિંગ ઘટના,બે ઝડપાયા

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત તેમજ સુરત આસપાસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં પોલીસથી બચવા માટે ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવને લઈને સુરતના સચિન તેમજ પાંડેસરા વિસ્તારમાં મોબાઇલ ફોનની લૂંટ અને મર્ડરના ગુનામાં આરોપી પાસેથી મોબાઇલ ફોનની ખરીદી કરનાર દુકાનદાર અરવિંદ મોર્યા પાસેથી 21 જેટલા ફોન કરજે કરવામાં આવ્યા હતા અને આ મોબાઈલ ફોનની સ્નેચિંગ કરનારા વધુ બે આરોપીઓને પકડવામાં આવ્યા છે.

12 એપ્રિલ 2023ના રોજ સચિન જીઆઇડીસી વિસ્તારમાં વિકાસ તથા સત્યમ સિંગ અને રોહિત નામના ઈસમોએ એક મોટરસાયકલ પર સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જઈને રસ્તા પર ઊભા રહેલા એક વ્યક્તિ પાસેથી મોબાઇલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડર તેમજ સચિન જીઆઇડીસી પોલીસમાં લૂંટનો ગુનો નોંધાયો હતો.

આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિન જીઆઇડીસીના ગૌતમ નગરમાં આવેલ રુદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર નામના દુકાનદાર અરવિંદ મોર્યાની દુકાનમાં રેડ કરી હતી અને દુકાનમાંથી અલગ અલગ કંપનીના 21 જેટલા મોબાઈલ કોઈ પણ પુરાવા વગરના મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી દુકાનદારની ધરપકડ કરી હતી. ત્યારબાદ મોબાઈલની દુકાન ચલાવનાર અરવિંદની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે મોબાઇલ સ્નેચિંગ કરેલા ફોન ઉત્કર્ષ રાજપૂત અને મેહુલ રાય પાસેથી પણ ખરીદતો હતો. તેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કડોદરા એસટી ડેપો ખાતેથી ઉત્કર્ષ રાજપુત અને મેહુલ રાયની ધરપકડ કરી છે.

બંને કબુલાત કરી હતી કે તેઓ સચિન જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતાં કારીગરોના હાથમાંથી મોબાઇલ ફોનની સ્નેપિંગ કરીને આ મોબાઈલ ફોન અરવિંદ મોર્યાની દુકાન પર વેચી દેતા હતા. આ બંને આરોપી મોબાઇલના દુકાનદાર અરવિંદ મોર્યાને આ કામ કરવા માટે જ્યુપિટર અને એક્સેસ બાઇક આપવાનું કહેતા હતા અને ત્યારબાદ એકબીજાની મદદગારીથી અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ખેંચીંગની ઘટનાને અંજમા આપતા હતા. આ મોબાઈલ સનેચરોને બાઈક પણ મોબાઈલની દુકાન ચલાવનારા અરવિંદે આપી હતી અને હાલ તો પોલીસે આ બંને સનેચરોની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના બે ગુનાનો ભેદ કાઢ્યો છે. અગાઉ જ્યારે 21 મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા ત્યારે પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ