Not Set/ સુરતમાં દરેક ઝોનમાં મોબાઈલ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

Gujarat Surat
Untitled 164 સુરતમાં દરેક ઝોનમાં મોબાઈલ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

   રાજય માં  કોરોનાની બીજી લહેર ભયંકર જોવા  જોવા મળી હતી જેમાં  ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા . સરકાર દ્વારા અથાગ  પ્રયત્નો કરવામાં આવ્યા  હતા . જે અંતર્ગત સુરત્ત શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર દ્વારા લોકોને વેક્સિન આપવા માટે કમિશનરે ખાસ સુચના આપી છે, વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય, પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં આળસ કરી રહેલા લોકોને શોધી શોધીને બસમાં તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર દ્વારા વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં પણ કમિશનરે આરોગ્ય અધિકારીઓ તેમજ ઝોનના અધિકારીઓને ખાસ સુચના આપી છે.

આ પણ વાંચો :સંજય દત્તને યાદ આવ્યો ડેબ્યૂ ફિલ્મનો પહેલો શોટ, તમે પણ જાણો આ રમુજી કિસ્સો

આ ઉપરાંત જે વિસ્તારમાં વેક્સિન નહીં લેનારા લોકોની સંખ્યા વધારે હોય તે વિસ્તારમાં મોબાઈલ વેક્સિન બસ ફેરવીને વેક્સિનેશન ડ્રાઈવ સફળ બનાવવા ઉપર ભાર આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક સ્થળોએ ગણેશ મંડપની બાજુમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તો આ સેન્ટરોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનો અમલ યોગ્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની પણ ખાસ સુચના આપી છે.

આ પણ વાંચો :પૂરતી ઉંઘ ન લેવી આરોગ્ય માટે બની શકે છે જોખમી

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો શરૂ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ કોરોના વાઈરસથી સંક્રમિત બને નહીં તે માટે સરકારે ખાસ કાળજી રાખવાનો આદેશ આપ્યો છે. સુરત શહેર વિસ્તાર તેમજ ઔદ્યોગિકવિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને વેક્સિન અપાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે .