Cricket/ મોઈન અલીએ 16 બોલમાં અડધી સદી ફટકારી,ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટસમેન બન્યા

મોઈને શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને ઝડપી રન બનાવ્યા, મોઈને તેની 52 રનની ઇનિંગ દરમિયાન બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

Top Stories Sports
7 26 મોઈન અલીએ 16 બોલમાં અડધી સદી ફટકારી,ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટસમેન બન્યા

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી છે.  ડાબા હાથના બેટ્સમેને ઈંગ્લેન્ડ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે તેમના સાથી ખેલાડી લિઆમ લિવિંગસ્ટોનને પાછળ છોડી દીધો છે. લિવિંગસ્ટોને 17 જુલાઈ 2021ના રોજ પાકિસ્તાન સામે 17 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

પાંચમા નંબર પર બેટિંગ કરતા મોઈને શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને ઝડપી રન બનાવ્યા, મોઈને તેની 52 રનની ઇનિંગ દરમિયાન બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે જોની બેયરસ્ટો સાથે ચોથી વિકેટ માટે માત્ર 37 બોલમાં 106 રનની સદીની ભાગીદારી કરી હતી. આમાં મોઈને 18 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું હતું.

T20I માં ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટસમેન

16 બોલ: મોઈન અલી,  દક્ષિણ આફ્રિકા સામે (2022)
17 બોલ: લિયામ લિવિંગસ્ટોન, પાકિસ્તાન સામે (2021)
21 બોલ: ઇઓન મોર્ગન,  દક્ષિણ આફ્રિકા સામે (2020)
21 બોલ: ઇઓન મોર્ગનવ ન્યુઝીલેન્ડ  સામે (2019)

ઉલ્લેખનીય છે કે 35 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર તેની રેકોર્ડબ્રેક ફિફ્ટી સાથે સંયુક્ત છઠ્ઠી સૌથી ઝડપી અડધી સદી કરનાર ખેલાડી બની ગયો છે. તેણે શે હોપની બરાબરી કરી છે.  T20Iમાં સૌથી ઝડપી અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ હજુ પણ ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના નામે છે. યુવરાજે 2007માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી બનાવી હતી, જેમાં તેણે સ્ટુઅર્ટ બ્રોડ દ્વારા છ બોલમાં છ સિક્સર ફટકારી હતી.