Not Set/ પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા માટે અરજી કરી છે. જો 29 વર્ષીય મોહમ્મદ આમિરને બ્રિટિશ નાગરિકતા મળે છે, તો તે આઈપીએલમાં ભાગ લેવા માટે પાત્ર બનશે.

Sports
Untitled 46 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા માટે અરજી કરી છે. જો 29 વર્ષીય મોહમ્મદ આમિરને બ્રિટિશ નાગરિકતા મળે છે, તો તે આઈપીએલમાં ભાગ લેવા માટે પાત્ર બનશે. ઘણા સમય પહેલા અટકળો ચાલી રહી હતી કે મોહમ્મદ આમિર આ કરી શકે છે અને હવે તે બધી અટકળો સાચી સાબિત થઇ રહી છે. જો નાગરિકતા મળી પણ જશે તો શું આ પરદેશ મોહમ્મદ આમિર માટે સ્વદેશ બનશે ખરા?

Untitled 47 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

ક્રિકેટ / રમેશ પોવાર એકવાર ફરી બન્યા મહિલા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ

જ્યારે મોહમ્મદ આમિર 28 વર્ષની ઉંમરે પાકિસ્તાન ક્રિકેટમાંથી નિવૃત્ત થયો, ત્યારે ક્રિકેટ પંડિતો દ્વારા આમિરનું આવુ કરવા પાછળનું કારણ બ્રિટિશ નાગરિકતા મેળવવી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની વાત કહેવામાં આવી રહી હતી. અત્યારે, આમિર યુનાઇટેડ કિંગડમમાં રજા માણી રહ્યો છે. મોહમ્મદ આમિર લાંબા સમયથી યુનાઇટેડ કિંગડમમાં છે. આમિર હજી યુવા છે અને એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે, તે આગામી 6 કે 7 વર્ષ સુધી વધુ ક્રિકેટ રમવા માંગે છે. અને તે ઈચ્છે છે કે તેના બાળકો ઈંગ્લેન્ડમાં મોટા થાય અને ત્યાં તેમનું શિક્ષણ મેળવે.

મોહમ્મદ આમિર પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

તે વાતની આશા વધારે છે કે, મોહમ્મદ આમિર સરળતાથી બ્રિટીશ નાગરિકત્વ મેળવી લેશે. આઈપીએલ માટેની મેગા હરાજી 2022 માં થવાની છે, ત્યારે જો મોહમ્મદ આમિર આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપે છે, તો આ 3 ટીમો આ ઝડપી બોલર પર કરોડોનો દાવ લગાવી શકે છે.

મોહમ્મદ આમિર 1 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

ક્રિકેટ / શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા કુશલ પરેરા, કરુણારત્ને અને મેથ્યુઝ ટીમમાંથી બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલીની ટીમ આરસીબી પાકિસ્તાનનાં આ ઝડપી બોલર પર કરોડોની બોલી લગાવી શકે છે. વિરાટ કોહલી અનેક પ્રસંગોમાં આમિરની જોરદાર પ્રશંસા કરતા જોવા મળ્યો છે. વિરાટ કોહલીએ તો એમ પણ કહ્યું હતું કે તેણે મોહમ્મદ આમિરનાં બોલ રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, આરસીબી મોહમ્મદ આમિર પર મોટો દાવો રમી શકે તેવી સંભાવના વધારે છે.

મોહમ્મદ આમિર 2 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

કોરોનાથી નિધન / પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી આરપી સિંહનાં પિતાનું કોરોનાથી મોત

પંજાબ કિંગ્સ: કે.એલ. રાહુલની ટીમ હંમેશાં એક એવા બોલરની શોધમાં હોય છે જે અંતિમ ઓવરમાં બોલિંગ કરતી વખતે ટીમમાં મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે. પંજાબ કિંગ્સ ટીમ માટે મોહમ્મદ આમિર નફાકારક સોદો બની શકે છે. પંજાબની ટીમે હજી સુધી આઈપીએલનો ખિતાબ જીત્યો નથી, આવી સ્થિતિમાં તે આમિરને ટીમમાં સામેલ કરીને ટીમનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરી શકે છે.

મોહમ્મદ આમિર 3 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

આપને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ પાકિસ્તાની ક્રિકેટરે બ્રિટિશ નાગરિકત્વ મેળવવા માટે પોતાનો દેશને પીઠ બતાવી રહ્યો હોય. ઘણા યુવા પાકિસ્તાની ખેલાડીઓ યુ.એસ. ટીમમાં જોડાવા માટે પાકિસ્તાન ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા જોવા મળ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આમિર આઈપીએલમાં રમે છે કે નહીં.

sago str 11 પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી