Not Set/ મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતો મૂંજાયા

મોરબી. મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે અને જો 15 દિવસમાં વરસાદ ન થાય તો વાવેતર કરેલા પાક નિષ્ફળ જાય તેમાં બે મત નથી. મોરબીમાં આ સિઝનનો કુલ 260 મિ.મી. વરસાદ થયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું અને આ 260 મિ.મી. વરસાદમાં ખેડૂતોએ કપાસ, બાજરી સહિત […]

Top Stories Gujarat
dfjhdslkjhslkhds મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતો મૂંજાયા

મોરબી.

મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે અને જો 15 દિવસમાં વરસાદ ન થાય તો વાવેતર કરેલા પાક નિષ્ફળ જાય તેમાં બે મત નથી. મોરબીમાં આ સિઝનનો કુલ 260 મિ.મી. વરસાદ થયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું અને આ 260 મિ.મી. વરસાદમાં ખેડૂતોએ કપાસ, બાજરી સહિત અમુક વિસ્તારોમાં મગફળી જેવા પાક વાવેતરો કર્યા છે.

પાક વાવેતર કર્યા પછી એક પણ વરસાદ થયો નથી અને હાલ જે ઝાપટા પડી રહ્યા છે, તે માત્ર ૪ મિ.મી. નોંધાયો છે એટલે કે નહીવત વરસાદ થયો છે. ત્યારે પાક નિષ્ફળ જવાના આરે છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

kjhdskjshkjdfhlkhdlkjhk મોરબી પંથકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતો મૂંજાયા
ખેડૂત ગોકળભાઈ ચીખલીયા

પાક નિષ્ફળ જાય તો દુષ્કાળની સ્થિતિ સર્જાય અને ખેડૂત દેવાદાર બને કેમ કે મોંઘા ભાવના બિયારણ, ખેડ નું ખર્ચ વધારે પ્રમાણમાં કર્યુ હોય 15 દિવસમાં વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જાય તેવું માનસર ગામના ખેડૂત ગોકળભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું. જ્યારે વાઘપર ગ્રામ પંચાયતે પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતોને પાક વાવેતર માટે તાત્કાલિક કાર્યવાહી કરી પાક વીમો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી રજૂઆત કરી છે.