Not Set/ બિલાસુપરના પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી 50થી વધુ મોટરસાઈકલમાં લાગી આગ

છત્તીસગઢના બિલાસપુરમાં મોટી આગચંપી થઈ છે. અહીંના રતનપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 50 જેટલી મોટરસાઈકલ બળીને રાખ થઈ ગઈ છે

Top Stories India
5 1 બિલાસુપરના પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી 50થી વધુ મોટરસાઈકલમાં લાગી આગ

છત્તીસગઢના બિલાસપુરમાં મોટી આગચંપી થઈ છે. અહીંના રતનપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 50 જેટલી મોટરસાઈકલ બળીને રાખ થઈ ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સાથે જ પોલીસ લાઈનમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતાં જ પોલીસના જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે મોટરસાઈકલ રાખના ઢગલા બની ગઈ હતી.

જોકે થોડીવાર બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં આખી મોટરસાયકલ બળીને રાખ થઈ ગઈ હતી. આ તે મોટરસાયકલ હતી જે અમુક કેસમાં જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ આ મોટરસાઈકલ વાહન માલિકને સોંપવામાં આવે છે. આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પોલીસ સુત્રનું કહેવું છે કે આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગ જાતે જ લાગી છે કે કોઈએ લગાવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાયેલા તમામ વાહનો જપ્ત કરવા માટે હતા, જે કોર્ટના આદેશ બાદ વાહન માલિકને સોંપવામાં આવે છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.