મોરબી/ માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા 8 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત થયો

હજારો મણ કપાસ ભસ્મીભૂત થઈ ગયો હોવાથી ખેડૂતોમાં દિવાળી ટાણે હોળી જેવો માહોલ સર્જાયો છે સાથે મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

Gujarat
Untitled 567 માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા 8 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત થયો

રાજયમાં  આગના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા  છે. જે  અંતર્ગત  આજે માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ મચી ગયો છે. માર્કેટિંગ યાર્ડમાં પડેલા કપાસના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. વિકરાળ આગના પગલે આઠ હજાર મણથી વધુ કપાસનો જથ્થો ભસ્મીભૂત થયું હોવાનું જાણવા  મળ્યું છે .

આ પણ વાંચો :RBI Current Account Rules / RBIએ કરન્ટ એકાઉન્ટ નિયમોમાં કર્યો ફેરફાર, જાણીલો તમે પણ….

ઘટનાની જાણ થતા જ  મોરબી પાલિકાના ફાયર ફાયટરનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી  અને અવિરત પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો છે. આગ ભભૂકી ઉઠતા હજ્જારો મણ કપાસ આગમાં હોમાઈ ગયો છે. આગની ઘટનાને પગલે યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાઇ છે.આગની આ દુર્ઘટનાથી મોટું આર્થિક નુકસાન થયુ હોવાની શક્યતા છે. હજારો મણ કપાસ ભસ્મીભૂત થઈ ગયો હોવાથી ખેડૂતોમાં દિવાળી ટાણે હોળી જેવો માહોલ સર્જાયો છે સાથે મોઢે આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

આ પણ  વાંચો :Tips / દિવાળી પર અસ્થમાના દર્દીઓએ રાખવી જોઈએ ખાસ કાળજી, આ 4 ટીપ્સ અપનાવો..

દિવાળી જેવા તહેવારને કારણે ખેડૂતોને નાણાની જરૂરિયાત હોવાથી યાર્ડમાં કપાસ વેચવા આવે છે જેથી કપાસનો જંગી જથ્થો યાર્ડમાં છે અને આગને કારણે લગભગ સાત થી આઠ હજાર મણ કપાસનો જથ્થો આગમાં હોમાયો. બે દિવસમાં ખેડૂતોને તાત્કાલિક રૂપિયા ચૂકવી દેવામાં આવે તેવી ગુજરાત કિસાન સંગઠને માંગ કરી છે.