માયાજાળ/ આરોપી વિજયના મોબાઈલમાંથી એક હજારથી વધુ પોર્નોગ્રાફી ફિલ્મો અને ફોટા મળ્યા

આ ત્રણેય બનાવો બન્યા ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. વિજયને સજા થયા બાદ તેની પત્નીએ દિકરાને જન્મ આપ્યો હતો.

Mantavya Exclusive
WhatsApp Image 2023 12 12 at 3.55.29 PM આરોપી વિજયના મોબાઈલમાંથી એક હજારથી વધુ પોર્નોગ્રાફી ફિલ્મો અને ફોટા મળ્યા

@નિકુંજ પટેલ

વિજય ઠાકોરની ધરપકડ કરીને પોલીસે તેની પિછપરછ શરૂ કરી. પોલીસે તેનો મોબાઈલ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો જેનો રિપોર્ટ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. વિજયના મોબાઈલમાંથી 1167 પોર્નોગ્રાફિ ફિલ્મો અને ફોટોગ્રાફ મળ્યા હતા. જેના પરથી વિજયની વિકૃત માનસિકતાનો અંદાજ આવે છે. તે સિવાય વિજય પર સાંતેજ, કડી અને કલોલમાં હત્યાની કોશિષ અને લૂંટના ત્રણ ગુના પણ અગાઉ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

વિજય સાંતેજ આસપાસના વિસ્તારમાં ખેતરોમાં કામ કરતી મહિલાઓ અને વૃધ્ધાઓ પાસે કામ કે ફરીદીનેબહાને જતો. હતો. આમ કરીને તે મહિલાઓના દાગીના અંગે રેકી કરતો હતો. બાદમાં વૃધ્ધા કે મહિલાની એકલતાનો લાભ લઈને તેમની પર લાકડી કે ધારીયાથી હુમલો કરીને દાગીનાની લૂંટ ચલાવતો હતો,.આમ વિજય ગુનાકીય માનસિકતા ધરાવતો હોવાનું ફલિત થયું હતું. વિજયે આ ત્રણેય ગુનાની કબુલાત કરી હતી અને પોલીસે તેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

સાંતેજમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતો અને કલોલના વાસજડામાં રહેતો વિજય પરિણીત હતો અને તે છ વર્ષની એક બાળકીનો પિતા છે. તેના પરિવારમાં પત્ની ઉપરાંત બે ભાઈ અને માતાપિતાનો સમાવેશ થતો હતો. આ ત્રણેય બનાવો બન્યા ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. વિજયને સજા થયા બાદ તેની પત્નીએ દિકરાને જન્મ આપ્યો હતો.

વિજયને દુષ્કર્મના બે કેસમાં આજીવન કારાવાસ અને એક બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
ત્રણ બનાવ પૈકી 4-11-2021નાં રોજ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં કલોલની સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ એ.એ.નાણાવટીએ વિજય પોપટજી ઠાકોરને પોક્સોની કલમ 5 અને 6 મુજબના ગુનામાં સીઆરપીસીની કલમ 235(2) અન્વયે ફાંસીની સજા ફટકારી હતી. તે સિવાય 50,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારી હતી.

કોર્ટમાં પોલીસે 25 જેટલા સાક્ષીઓ તથા એફએસએલ, સીસીટીવી ફૂટેજ સહિતના 76 ડેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
જ્યારે 5-11.2021ના રોજ 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી વિજય ઠાકોરને કોર્ટે સીઆરપીસીની કલમ 235(2) અન્વયે આઈપીસીની કલમ 376 (એબી) હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. ઉપરાંચ પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ કેસમાં પોલીસે કોર્ટમાં 42 સાક્ષીઓ તથા 130 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
ઉપરાંત 27-10-2021 ના રોજ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આપીસીની કલમ 376(3) તથા પોક્સોની કલમ 4 અને 6, સીઆરપીસીની કલમ 235(2) હેઠળ આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તે સિવાય આરોપીને 50,000 નો દંડ અને દંડજ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં પોલીસે 18 સાક્ષીઓ તથા 55 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.

 



આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે  બાળકી પર અમાનુષી દુષ્કર્મ

આ પણ વાંચો:પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી