IPL/ મોરિસની તોફાની બેટિંગ, દિલ્હીની હાર અને મુંબઈ-પંજાબને પોઇન્ટ ટેબલમાં ફાયદો, ખાસ રહ્યો ગુરુવાર

રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 3 વિકેટે હરાવી ખૂબ જ આકર્ષક મેચમાં જીત પોતાના નામે કરી દીધી છે. આ મેચનો હીરો ક્રિસ મોરિસ રહ્યો હતો.

Top Stories Sports
a 196 મોરિસની તોફાની બેટિંગ, દિલ્હીની હાર અને મુંબઈ-પંજાબને પોઇન્ટ ટેબલમાં ફાયદો, ખાસ રહ્યો ગુરુવાર

રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 3 વિકેટે હરાવી ખૂબ જ આકર્ષક મેચમાં જીત પોતાના નામે કરી દીધી છે. આ મેચનો હીરો ક્રિસ મોરિસ રહ્યો હતો. જેણે દિલ્હીનાં હાથમાં આવી ગયેલી જીતને હારમાં બદલી હતી.

a 197 મોરિસની તોફાની બેટિંગ, દિલ્હીની હાર અને મુંબઈ-પંજાબને પોઇન્ટ ટેબલમાં ફાયદો, ખાસ રહ્યો ગુરુવાર

Cricket / બાબર આઝમે કોહલીને આપ્યો મોટો ઝટકો, વનડે માં વિરાટની બાદશાહતનો લાવ્યો અંત

છેલ્લી ક્ષણોમાં, જ્યારે દિલ્હી આરામથી જીતી રહ્યુ હતુ, ત્યારે રાજસ્થાનનાં ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસે મેદાનમાં ઉતરી દિલ્હીનાં સપના વેર વીખેર કરી દીધા હતા. રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં ત્રણ વિકેટ બાકી રહેતા 149 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની પરાજય પછી આઇપીએલ 2021 પોઇન્ટ ટેબલમાં ઘણો ફેરફાર થયો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ બીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સને તેની હારનો ફાયદો મળ્યો છે. ચાર પોઇન્ટ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોચ પર આવી ગયુ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ જીત બાદ પાંચમાં ક્રમે આગળ વધી ગયુ છે.

a 198 મોરિસની તોફાની બેટિંગ, દિલ્હીની હાર અને મુંબઈ-પંજાબને પોઇન્ટ ટેબલમાં ફાયદો, ખાસ રહ્યો ગુરુવાર

IPL / RCB વિરુદ્ધ રમતા ડેવિડ વોર્નરે તોડ્યો ધોનીનો રેકોર્ડ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ હાલમાં ફક્ત બે ટીમો છે કે જેના ખાતામાં હાલમાં એક પણ પોઇન્ટ નથી. પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ એકમાત્ર એવી ટીમો છે જેણે અત્યાર સુધી એક મેચ રમી છે. આજે આ બંને ટીમો વચ્ચે મેચ રમાવાની છે. પંજાબ કિંગ્સ પાસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાછળ રાખીને ટોચ પર પહોંચવાની તક હશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના પોઇન્ટ ટેબલ પર ખાતુ ખોલવામાં નજર રાખશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ