રાજકીય સંગ્રામ/ મોરવાહડફ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી દાખલ, શું નિમિષા સુથારની ઉમેદવારી રદ થશે ?

ત્યારે નિમિષા સુથાર ની ઉમેદવારીને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવી છે.

Top Stories Gujarat Others
h3 8 મોરવાહડફ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી દાખલ, શું નિમિષા સુથારની ઉમેદવારી રદ થશે ?

ગુજરાત રાજ્યમાં વધુ એક વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય રસાકસી જામી છે. અહીં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર નિમિષાબેન સુથાર દ્વારા ઉમેદવારી નોધાવવામાં આવી છે. ભાજપના ઉમેદવાર તરીકે નિમિષા સુથારે  ગતરોજ ૩0 માર્ચના દિવસે ફોર્મ ભર્યુ છે.

ત્યારે નિમિષા સુથાર ની ઉમેદવારીને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવી છે. અને નિમિષાબેન સુથારની ઉમેદવારી રદ કરવા અરજી કરવામાં આવી છે. ઉમેદવાર સાચા આદિવાસી ના હોવાની રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારાએ ચૂંટણી અધિકારીને આ અંગે અરજી  કરી છે.

ફેરફાર / કોરોનાની સરકારી ભરતી પર અસર, એપ્રિલ મહિનામાં યોજાનારી GPSC ની પરીક્ષાઓમાં ફેરફાર,

તેમને પોતાની અરજી માં લખ્યું છે કે, નીમીશાબેનના પિતા ના જ્ઞાતિ ના પ્રમાણપત્રની તપાસ  તકેદારી આયોગ આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ થતા તકેદારી આધીકારી પ દ્વારા 30/10/૨૦૦૪ ના રોજ પાઠવેલ એહવાલ મુજબ તેમના પોતા ગુલાબભાઈ મોતીભાઈ વાગડિયા ઓ આદીજાતીમાં સમાવેશ થતો નથી.  વધુમાં તેમના ગામ ગોળાનપુરની નજીકમાં આવેલી કુટેરાના રેવન્યુ રેકોર્ડ ની ખેતીની જમીનમાં 73 AA  મહેસુલ નોધણી કરાવી હતી જે પણ જે તે સમયે રદ કરવામાં આવી હતી.

73 AA  આદિવાસીની જમીનનો કબજો ત્રાહિત ઈસમો પાસેથી પરત અપાવવાની સત્તા મહેસૂલી અધિકારીઓની છે

આદિવાસી કબજેદારોએ ધારણ કરેલ જમીનો સંબંધે રક્ષણ મળે યા આદિવાસીના હિતો-હક્કોનું રક્ષણ થાય અને આદિવાસીની જાતિ અન્ય જાતિઓની જેમ સમાજમાં મોભાનું સ્થાન મેળવે અને ઉન્નતિ કરે તે માટે અને અન્ય ઊંચી જાતિના વગદાર જમીન માલિકો દ્વારા આદિવાસીઓનું શોષણ થતું અટકાવવા માટે તથા આદિવાસીઓ પણ ખેત ઉત્પાદનમાં સ્વાવલંબી બને તે માટે અને ખેત ઉત્પાદનમાં વધારો થાય તે માટે આદિજાતીની ખેતીની જમીનમાં તેઓને ચોક્કસ હક્કો મળે અને તેણે કરેલી મહેનતનું તેને ફળ મળે તેમજ તેઓની જમીન પરત્વે પૂરતું રક્ષણ મળે તેમજ તે બાબત ખેતીની જમીન ઉપર રાજ્ય સરકારનો અંકુશ યા નિયંત્રણ રહી શકે તેવા આશયથી સરકારે ક્રાંતિકારી કહી શકાય એવી જોગવાઈઓ મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ યાને ધી બોમ્બે લેન્ડ રેવન્યૂ કોડમાં કરવામાં આવી.