મોટીવેશન/ કોરોનાના ડર સાથે મહિલાઓનું મોટીવેશન ગ્રુપ ડિસ્કશન

માઇન્ડને પોઝીટીવ રાખવુ અને બીજાની સાથે પણ મોટીવેશનની વાતો કરવી

Others
calling કોરોનાના ડર સાથે મહિલાઓનું મોટીવેશન ગ્રુપ ડિસ્કશન

કોરોનાના કહેરની તો ઘણી વાતો થઇ પરંતુ આજે વાત કરવી છે થોડી મોટીવેશનની આ શબ્દો છે, આણંદના આરતીબેન પટેલના. તે કહે છે, કોરોનાને સામાન્ય સમજવાની ભુલ કરવાની સહેજ પણ જરૃર નથી. પરંતુ તેની સાથે એટલુ સમજવુ પણ જરૃરી છે કે વારંવાર તેની વાતો કરી પોતે ડરવાનું અને બીજાને ડરાવવાની પણ જરૃર નથી. જો તમારે કોઇની હેલ્પ કરવી હોય તો કોરોનાથી સુરક્ષીત રહેવાના માર્ગ બતાવવા જોઇએ. તેની સાથે મોટીવેશનની વાતો કરવી જોઇએ. સમગ્ર દેશમાં જે પ્રમાણે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તેમાં સાથે રહીને લડવાની જરૃર છે.

આ વાત આરતી બેને તેમની મિત્રો સાથે ગ્રુપ ડિશ્કસનમાં કરી હતી.  તેમનું કીટી ગ્રુપ હવે એકબીજાના ઘરે નથી જતુ પરંતુ વિડિયો કોલીંગથી ગ્રુપ ડિશક્સન કરે છે. જેમાં પરીવારના લોકો, આસપાસના લોકો પણ જોડાઇ શકે છે. હવે આ ગ્રુપમાં માત્ર મોટીવેશનની વાતો જ થાય છે. ખાસ કરીને કોરોનટાઇન હોય અને જો ડિપ્રેશન જેવી સ્થિતીમાં આવવાની શક્યતા હોય તો આ ગ્રુપ તેમની સાથે વિડીયો કોલીંગ દ્ધારા વાત કરી, તેમને સમજાવે છે.

ગ્રુપનું કહેવુ છે કે સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ કોરોના સામે લડી રહ્યુ છે. સરકાર પણ આ સ્થિતી પર નિયંત્રણ લાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. પરંતુ જે પરિસ્થિતી કોરોનાના કારણે દેશની છે તેના પર હાલમાં કંટ્રોલ આવવો સહેલો નથી. તો આપણે કોરોનાનો ભય રાખી, બીજાને પણ ભયમાં મુકીએ તેના કરતા આપણે પણ માઇન્ડને પોઝીટીવ રાખવુ અને બીજાની સાથે પણ મોટીવેશનની વાતો કરવી. આ ગ્રુપની વાત અહીં કરવી એટલા માટે કરવી જરૃરી છે કે આપણી આસપાસ પણ અનેક કોરોના સંક્રમીત છે અને તેમના પરીવારના લોકો છે. જેમને અન્ય કોઇ હેલ્પના કરી શકીએ તો થીક પરંતુ આ ગ્રુપના જેમ જ જો મોટીવેશનની વાત કરી શકાય તો ઘણા લોકોને લાભ થશે. કેમ ખરુ ને..?