ભરૂચ/ સાંસદ મનસુખભાઇ વસાવા ના નામે મંદિર માટે પૈસા માંગનાર અમદાવાદ થી પકડાયો

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. છેલ્લા પાંચ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા […]

Gujarat Others
Untitled 280 સાંસદ મનસુખભાઇ વસાવા ના નામે મંદિર માટે પૈસા માંગનાર અમદાવાદ થી પકડાયો

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ

ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદીર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. છેલ્લા પાંચ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી મંદીર બનાવવા માટે તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાની રજુઆત પોલીસ ને મળી હતી. આ બાબતે દહેજ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે નો ગુનો તા .૩૦ / ૦૪ / ૨૦૨૧ ના રોજ નોંધાયો હતા.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ આ ગુનામાં પરીણામલક્ષી તપાસ કરી ગુનો શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીનું પગેરૂ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ દરમ્યાન ટેક્નિકલ સર્વેલન્સના ઉંડાણપુર્વકના અભ્યાસ દરમ્યાન તપાસમાં જોડાયેલ ટીમને બાતમી મળેલ કે દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી ફોન કરનાર વ્યક્તિ અમદાવાદનો છે અને હાલમાં પણ તે અમદાવાદ ખાતે છે . જે હકિકતના આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડતા તે નિકોલ અમદાવાદ ની પુષ્પકુંજ સોસાયટી નો રિતેશ ઉર્ફે સર્કિટ જોશી હોવાનું જણાયું હતું.ભરૂચ એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઉડાણપુર્વક પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે . એલ.સી.બી પોલીસ ના હાથે ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.