MP/ આ જગ્યા પર મચ્છરોએ કરી MPના CM શિવરાજની ઉંઘહરામ, એન્જિનિયર સસ્પેન્ડ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચલાવી લેવામાં માનતા નથી અને તડ અને ફડ કરનારા મુખ્યમંત્રી તરીકે તેમની દેશમાં ઓળખ છે. વધુ એક એવી ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌ અવાક થઈ ગયા છે.મધ્યપ્રદેશના

Top Stories
shivraj sinh chauham આ જગ્યા પર મચ્છરોએ કરી MPના CM શિવરાજની ઉંઘહરામ, એન્જિનિયર સસ્પેન્ડ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચલાવી લેવામાં માનતા નથી અને તડ અને ફડ કરનારા મુખ્યમંત્રી તરીકે તેમની દેશમાં ઓળખ છે. વધુ એક એવી ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌ અવાક થઈ ગયા છે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે સીધીમાં 16 ફેબ્રુઆરીએ થયેલા દુ: ખદ બસ અકસ્માત બાદ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા. અહીં બધે જ તેમનો પાલો પોતાના વહીવટ તંત્રની ભૂલો સાથે પડ્યો હતો. એક દિવસની યાત્રા બાદ જ્યારે સર્કિટ હાઉસ આરામ માટે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીની નિંદ્રા મચ્છરોના કરડવાના કારણે ઉડી ગઈ હતી. આખી રાત મચ્છરો શિવરાજને ડંખ મારતા રહ્યા. ઊંઘ ન આવી તો મધ્યરાત્રિના અધિકારીઓ ના ક્લાસ લેવાના શરૂ કર્યા અને અઢી વાગ્યે મચ્છરને મારવાની દવા છાંટવામાં આવી હતી.જો મુખ્યમંત્રીની નિંદ્રામાં કોઈ ખલેલ પડે તો વહીવટીતંત્રમાં ખલેલ પડે તે નિશ્ચિત જ છે. આ મચ્છર કાંડ બાદ સર્કિટ હાઉસના પ્રભારી ઇજનેર બાબુલાલ ગુપ્તાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Baba Ramdev / કેન્દ્રીયમંત્રી ડો.હર્ષવર્ધન અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં બાબા રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા

મચ્છરોથી  માંડ છુટકારો મેળવ્યો તો પાણીની ટાંકી ઓવરફ્લો થઈ ગઈ

17 ફેબ્રુઆરીએ, દિવસભર, શિવરાજ માત્ર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને મળ્યા હતા. રાત્રે 10 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓની બેઠક મળી હતી. જ્યારે સર્કિટ હાઉસ સાડા અગિયાર વાગ્યે પહોંચ્યા ત્યારે કેટલાક નેતાઓ મળવા પહોંચી ગયા હતા. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે શિવરાજ રાત્રે 12 વાગ્યાની આસપાસ તેના રૂમમાં આરામ કરવા ગયા હતા, પરંતુ અહીં મચ્છરોએ શિવરાજને સૂવા દીધા નહીં.

America / પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ‘ટ્રમ્પ પ્લાઝા’ ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરાઈ

અહીં પણ કોઈ મચ્છરદાની ન હતી. અંતે, અઢી વાગ્યે, મચ્છર મારવાની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેથી મુખ્યમંત્રીને થોડો આરામ કરવાનો મોકો મળ્યો, પરંતુ અરાજકતાએ ફરીથી નિંદ્રા તોડી નાખી.સવારે 4 વાગ્યે પાણીની ટાંકી ઓવરફ્લો થઈ હતી. જ્યારે ઊંઘ ખુલી સીએમ જાતે જ ઉભા થયા અને મોટર બંધ કરવા ગયા હતા. મોટર બંધ કરવાની સિસ્ટમ ભગવાન ભરોસે છોડી દેવામાં આવી હતી. શિવરાજે સર્કિટ હાઉસમાં મુશ્કેલીથી ભરેલી એક રાત ગાળ્યા બાદ ભોપાલ જવા રવાના થયા હતા.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 21મી અને 28મી એ મતદાનના દિવસે જાહેરરજા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…