madhaypardesh/ MPના નવા CM મોહન યાદવે શપથ લેતાની સાથે જ લીધો આ નિર્ણય

સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પહેલો આદેશ આપી દીધો છે

Top Stories India
2 2 9 MPના નવા CM મોહન યાદવે શપથ લેતાની સાથે જ લીધો આ નિર્ણય

એમપીમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોહન યાદવે સીએમ બનતાની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે. સીએમ બન્યા બાદ તેમણે પહેલો આદેશ જારી કરીને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ અનુસાર ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે

પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો
સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પહેલો આદેશ આપી દીધો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓર્ડરની નકલ પણ સામે આવી છે
સરકાર દ્વારા જારી કરાયેલા આદેશની નકલ પણ સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘નિર્ધારિત ડેસિબલનું ઉલ્લંઘન કરીને વિવિધ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘોંઘાટ વ્યક્તિની કામ કરવાની, આરામ કરવાની અને ઊંઘવાની ક્ષમતામાં દખલ કરે છે. ઘોંઘાટીયા વાતાવરણને કારણે શરીરમાં હાઈ બીપી, બેચેની, માનસિક તણાવ, અનિદ્રા જેવી અસરો જોવા મળે છે. તેનાથી કાનના અંદરના ભાગમાં પણ સમસ્યા થાય છે.