Golden Opportunity/ MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM  વિજય રૂપાણી

રાજ્ય MSME ઉદ્યોગો વિદેશમાં દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે માટે સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે CM વિજયભાઇની હાજરીમાં ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU  કર્યા

Top Stories Gujarat Others
MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM  વિજય રૂપાણી

રાજ્ય MSME ઉદ્યોગો વિદેશમાં દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે માટે સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે CM વિજયભાઇની હાજરીમાં ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે MOU  કર્યા. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના ૧૭ જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ-બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટ – ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME  કમિશનર રણજીતકુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ MoU ને આવકારતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર ભારત’નો જે વિચાર અને દેશમાંથી ઉત્પાદનોની નિકાસ વૃદ્ધિ પર જે ભાર આપ્યો છે તેના આધારે ગુજરાતના MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની તક મળશે. વેપાર-વણજ પરિશ્રમ અને સાહસ તો ગુજરાતીઓની તાસિર છે. માત્ર કમાવાની જ નહિ પરંતુ વેપાર કારોબાર વધારતા રહેવાની મનસા-અપેક્ષા સાથે ગુજરાતીઓ સતત કાર્યરત રહેતા હોય છે. ગુજરાતના વેપારીઓએ વર્ષો પહેલાં આફ્રિકા, સાઉથ એશિયા સહિત દેશ દેશાવરમાં વેપાર વણજ વિકસાવ્યા છે.

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.  એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી,  હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ.એસ.એમ.ઇ ને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

૨૦૨૦-૨૧ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં ૨૧ ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. હવે આ એમ.ઓ.યુ.ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ  સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચાડવામાં સહાયરૂપ બનશે

એટલું જ નહી, યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલીયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા ૧૭ દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.  મુખ્યમંત્રીએ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયનમાં એમ.એસ.એમ.ઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

ગુજરાત / મત્સ્યોદ્યોગને લઇને રાજ્ય સરકારનો નિર્ણય, માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન મળશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે