Political/ ભાજપમાં જોડાઇ શકે છે મુલાયમ સિંહની પુત્રવધૂ, આ સીટથી મળી શકે છે ટિકિટ

ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો પૂરજોશમાં છે. તમામ પક્ષોનાં નેતાઓ પોતપોતાના ફાયદા અને ગેરફાયદા પ્રમાણે એક પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

Top Stories India
અપર્ણા યાદવ ભાજપમાં જોડાશે

ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો પૂરજોશમાં છે. તમામ પક્ષોનાં નેતાઓ પોતપોતાના ફાયદા અને ગેરફાયદા પ્રમાણે એક પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ કડીમાં સમાચાર આવી રહ્યા છે, મુલાયમ સિંહની પુત્રવધૂ અપર્ણા યાદવ આજે ભાજપમાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ન કોઇ ટેસ્ટ ન ઘરની બહાર નિકળી છતા આ મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેમને લખનઉ કેન્ટથી ઉમેદવાર બનાવી શકે છે. અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાનાં પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા મુલાયમનાં મિત્ર હરિ ઓમ યાદવ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે, અપર્ણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ સીટ પરથી લડી હતી. અપર્ણા યાદવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા ક્રમે રહી હતી. તેઓ ભાજપનાં ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે ચૂંટણી હારી ગયા હતા. અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. ખાસ વાત એ છે કે અખીલેશ યાદવે આ સીટ પર પ્રચાર કર્યો ન હતો અને કહેવાય છે કે મુલાયમ સિંહનાં દબાણને કારણે અપર્ણાને પાર્ટીની ટિકિટ મળી હતી. અપર્ણા યાદવને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નજીક માનવામાં આવે છે અને અપર્ણા મૂળ ઉત્તરાખંડનાં પૌડી જિલ્લાની છે. મુખ્યમંત્રી યોગી પણ મૂળ આ જ જિલ્લાનાં છે. વળી, CM યોગી ઘણી વખત અપર્ણા યાદવનાં કાર્યક્રમોમાં ગયા છે. જે બાદ ઘણી વખત અપર્ણા ભાજપમાં જોડાવાની ચર્ચા થઈ છે.

આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર

ઉલ્લેખનીય છે કે, અપર્ણા યાદવ હંમેશા ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતી રહી છે. તેણે રામ મંદિર માટે 11 લાખ 11 હજારનું દાન પણ આપ્યું હતું. આ સાથે જ દત્તાત્રેય હોસાબલેએ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરકાર્યવાહ બન્યા ત્યારે તેમની સાથેનો તેમનો ફોટો પણ શેર કર્યો હતો.