Not Set/ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ ન થયા બાદ સોશિયલ મીડિયામાં LIVE થઇ પદ્માવત, લોકોએ નિહાળી ફિલ્મ

નિદેશક સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત બહુચર્ચિત “પદ્માવત” ફિલ્મ દેશભરમાં થઇ રહેલા તમામ વિવાદ અને ઉગ્ર પ્રદર્શન વચ્ચે પણ ગુરુવારે રિલીઝ થઇ હતી. કરણી સેના દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન જોતા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા સહિતના અનેક રાજ્યોના સિનેમાગૃહોમાં રિલીઝ ના થઇ હોય પરંતુ કરણીસેનાને ઠેંગો બતાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના લાખો લોકોએ ફિલ્મને નિહાળી […]

Top Stories
padmavati live મલ્ટીપ્લેક્સમાં રિલીઝ ન થયા બાદ સોશિયલ મીડિયામાં LIVE થઇ પદ્માવત, લોકોએ નિહાળી ફિલ્મ

નિદેશક સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત બહુચર્ચિત “પદ્માવત” ફિલ્મ દેશભરમાં થઇ રહેલા તમામ વિવાદ અને ઉગ્ર પ્રદર્શન વચ્ચે પણ ગુરુવારે રિલીઝ થઇ હતી. કરણી સેના દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન જોતા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા સહિતના અનેક રાજ્યોના સિનેમાગૃહોમાં રિલીઝ ના થઇ હોય પરંતુ કરણીસેનાને ઠેંગો બતાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના લાખો લોકોએ ફિલ્મને નિહાળી હતી.

પદ્માવત ફિલ્મને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં અનેક લોકોએ લાઇવ કરી હતી. જેને લોકોએ પણ નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં લાઇવનો એક ઓપ્શન હોય છે. આ ઓપ્સન દ્વારા જ કેટલાક લોકો દ્વારા આ બહુચર્ચિત ફિલ્મને લાઇવ કરવામાં આવી હતી.

ફેસબુકના એકાઉન્ટ જાટો કા અડ્ડા, સોશિયાલીસ્ટ રામઅવતાર કોલેજ જેવા અનેક દ્વારા પેઇજ પર પદ્માવતને લાઇવ કરવામાં આવી હતી. જે રાજ્યોમાં પદ્માવતને રીલીઝ નથી કરવામાં આવી ત્યાં લાખો લોકોએ સોશિયલ મીડીયાના માધ્યમથી ફિલ્મ નિહાળી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં અનેક સ્થળોએ ફિલ્મની પાઇરસી થયેલી સીડી પણ વેચાતી થઇ હતી