God grace/ મુંબઈની 5 મહિનાની બાળકીને 22 કરોડના ઇન્જેક્શનથી મળશે નવજીવન, PM મોદીએ માફ કર્યો 6 કરોડ ટેક્સ

મુંબઈની પાંચ મહિનાની બાળકી કે જેનું નામ તીરા છે, હવે તે જીંદગી સામેનો જંગ જીતી જશે તેવી આશા તેના પરિવારજનોને થઈ રહી છે.તીરાને Spinal Muscular Atrophy (SMA) નામની બીમારી છે. જેના કારણે

Top Stories
1

બાળકોને ભગવાનનું બીજુ સ્વરૃપ માનવામાં આવે છે. આવી જ એક મીઠડી ઢીંગલી કે દુનિયામાં આવતાની સાથે જ જિંદગી સામે લડાઇ લડી રહી છે અને જેને નવજીવન આપવાની જરૂર હતી. સમગ્ર દેશના લોકોએ ફંડ આપી અને તેને નવજીવન આપવામાં સહાયતા કરી છે.સમગ્ર દેશ તેના માતા-પિતા પર આવી પડેલી આ મુશ્કેલીમાં મદદે આવ્યો છે તે ઈશ્વર કૃપાથી વિશેષ શું કહી શકાય ?મુંબઈની પાંચ મહિનાની બાળકી કે જેનું નામ તીરા છે, હવે તે જીંદગી સામેનો જંગ જીતી જશે તેવી આશા તેના પરિવારજનોને થઈ રહી છે.તીરાને Spinal Muscular Atrophy (SMA) નામની બીમારી છે. જેના કારણે પ્રોટીન બનાવનારા જીન તેના શરીરમાં જોવા મળતા નથી. જેના કારણે માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે.

Chamoli / ઉત્તરાખંડ હોનારતમાં UPના 70 લોકો હજુ પણ ગુમ

તેનો ઈલાજ અમેરિકાથી આવનારા Zolgensuma ઇન્જેક્શન દ્વારા જ શક્ય છે. જેની કિંમત 16 કરોડ રૂપિયાની અને તેના પર 6 કરોડ રૂપિયા ટેક્સ અલગથી ચૂકવવો પડે તેમ હતો, પરંતુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પર આ બાળકીના નવજીવન માટે વડાપ્રધાન મોદીએ ટેક્સ માફ કરી દીધો છે.

1

ઇન્જેક્શન ન લાગે તો આ બાળકી વધીને 13 મહિના જીવિત રહી શકે તેમ હતી.તીરા કામતને 13 જાન્યુઆરીએ મુંબઈના SRCC ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ સમયે તેના ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ત્યારબાદ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.

1

ક્રાઉડ ફંડિંગ દ્વારા 16 કરોડ રૂપિયા એકત્ર

આ ઇંજેક્શન એટલું મોંઘું છે કે સામાન્ય માણસ તેના માટે ખરીદી શકે તે શક્ય નથી. આ તીરામાટે ના પરિવારજનો પણ ચિંતિત હતા.તેના પિતા મિહિર આઇટી કંપનીમાં જોબ કરે છે અને માતા પ્રિયંકા freelance illustrator ( કોઈ બાબતને ચિત્ર દ્વારા સમજનાર) તરીકે સેવા આપે છે. એવામાં તેમને સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું અને તેના પર ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતું. ત્યાં બાળકીને  સારો રિસ્પોન્સ મળ્યો અને અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. હવે આશા છે કે ટૂંક સમયમાં જ આ ઇન્જેક્શનની ખરીદી કરી શકાશે.

બજેટ સત્ર / રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીનું સંસદમાં સંબોધન – કોંગ્રેસ પાર્ટીને કહ્યું કન્ફ્યુઝ પાર્ટી

1

કૃષિ આંદોલન / PM મોદીનું દિલ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે : ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો તંજ

શું છે તેની આ SMA બીમારી ?

SMA હોય તો શરીરમાં પ્રોટીન દ્વારા બનનાર જીન હોતું નથી એવા માંસપેશીઓ અને નસો ખતમ થવા લાગે છે. મગજની માંસપેશીઓ કાર્ય કરવાનો બંધ થઈ જાય છે. મગજ દ્વારા તમામ માંસપેશીઓનું સંચાલન થતું હોય છે જેના કારણે તેને શ્વાસ લેવામાં અને ભોજન ત્યાં સુધીમાં મુશ્કેલી થવા લાગે છે. ઘણા પ્રકારના SMAના લક્ષણો હોય છે. જેમાં ટાઈપ 1 સૌથી ગંભીર છે.

દૂધ પીવા પર તેનો શ્વાસ રૂંધાતો હતો

Twitter / ટ્વિટરે ભારત સરકારને આપ્યો જવાબ, કહ્યું – અમે બંધ કર્યા 500 વિવાદિત એકાઉન્ટ

બાળકીના પિતા મિહિર જણાવે છે કે તેરા નો જન્મ હોસ્પિટલમાં જ થયો હતો. ઘરે આવી ત્યારે બધું બરાબર હતું, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ બદલાવા લાગી હતી. તેની મમ્મી પાસે સ્તનપાન કરાવતી વખતે તેનો શ્વાસ રૂંધાવા લાગતો હતો. શરીરમાં પાણીની કમી થવા લાગી હતી. એકવાર તો કેટલીક સેકન્ડ માટે તેના શ્વાસ રોકાઈ ગયા હતા. પોલીઓની રસી પીવડાવતી વખતે પણ તેના શ્વાસ રોકાઈ જતા હતા. ડોક્ટરોની સલાહ બાળકીને ન્યુરોલોજીસ્ટને દેખાડવામાં આવી હતી. જ્યાં તેની આ બિમારી વિશેની જાણકારી મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…