Murder/ સાયલા તાલુકામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, કરાઈ એક વ્યક્તિની હત્યા

સાયલા તાલુકામાં ઢેઢુકી ગામે જૂની અદાવતને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારમારી થઈ હતી. જેમાં ખોડુભાઈ નાજભાઈ વાળા અને તેમના જ જ્ઞાતિના રામકુભાઈ બાબભાઈ વેગડ,ક એભલભાઈ બાબભાઈ વેગડે રબારીને વાવવા આપેલી ખેતીની જમીન પેટે લેવાના પૈસા ધર્માદામાં નાખવા અને પોતાને લેવા બાબતે વિવાદ થતાં ઝઘડો થયો.

Gujarat Others
a 305 સાયલા તાલુકામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, કરાઈ એક વ્યક્તિની હત્યા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સાયલા તાલુકાના ઢેઢુકી ગામે જૂની અદાવતમાં એક જ જ્ઞાતિના બે શખ્સોએ એક વ્યક્તિના છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બે શબ્દો ખૂની ખેલ ખેલી ભાગી છુટતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. નાનકડા ગામમાં હત્યાના બનાવથી તંગદીલી ભર્યો માહોલ સર્જાયો છે. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. બે શખો સામે હત્યાનો ગુનો નોંધાયો હત્યાના બનાવથી નાનકડા ગામમાં તંગદીલી ભર્યો માહોલ છે.

સાયલા તાલુકામાં ઢેઢુકી ગામે જૂની અદાવતને લઈને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારમારી થઈ હતી. જેમાં ખોડુભાઈ નાજભાઈ વાળા અને તેમના જ જ્ઞાતિના રામકુભાઈ બાબભાઈ વેગડ,ક એભલભાઈ બાબભાઈ વેગડે રબારીને વાવવા આપેલી ખેતીની જમીન પેટે લેવાના પૈસા ધર્માદામાં નાખવા અને પોતાને લેવા બાબતે વિવાદ થતાં ઝઘડો થયો.

બોલાચાલી બાદ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રામકુભાઈ અને એભલભાઈએ ખોડુભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે બંને હત્યારા ખૂની ખેલ ખેલી ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. નાનકડા ગામમાં સાંજના સમયે થયેલા હત્યાના બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો